ઑડિયો ટેપ સાથે ચેડાં થયાં: NFSL
ગાંધીનગરની NFSL એ સુપ્રીમ કોર્ટને જાણ કરી કે,ઑડિયો ક્લિપ્સ સાથે ચેડાં કરાયા છે

NFSL ગાંધીનગર

NFSL ગાંધીનગર
મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહને કથિત રીતે ગત વર્ષે રાજ્યમાં ફાટી નીકળેલી વંશીય હિંસામાં ફસાવતી ઑડિયો ટેપના કેસમાં ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એ સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. NFSL એ કોર્ટને જણાવ્યું છે કે, આ ઑડિયો ટેપના એક્ઝિબિટ્સમાં ચેડાં કરવામાં આવ્યાં છે અને તે વૈજ્ઞાનિક રીતે અવાજની તુલના માટે યોગ્ય નથી. આથી, વક્તાઓના અવાજની સમાનતા કે અસમાનતા અંગે કોઈ અભિપ્રાય આપી શકાય તેમ નથી. આ તારણ, કૂકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સામે આવ્યું, જેમાં આ રેકોર્ડિંગ્સની કોર્ટ-મોનિટરિંગ હેઠળ તપાસની માગણી કરવામાં આવી હતી.
4 એક્ઝિબિટ્સમાં ફેરફાર અને ચેડાના સંકેત
જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સમક્ષ NFSL નો સીલબંધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ સંજય કુમારે રિપોર્ટ વાંચતા જણાવ્યું કે, "4 એક્ઝિબિટ્સમાં ફેરફાર અને ચેડાના સંકેતો જોવા મળ્યા છે. તેથી, ક્લિપ્સ બદલવામાં આવી છે અને તે મૂળ સ્ત્રોત રેકોર્ડિંગ નથી. તે ફોરેન્સિક અવાજની તુલના માટે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી." પરિણામે, બેન્ચે નોંધ્યું કે, પ્રશ્નાર્થ વક્તાઓ અને કંટ્રોલ ક્લિપ્સના અવાજની સમાનતા કે અસમાનતા અંગે કોઈ અભિપ્રાય આપી શકાય તેમ નથી.
અવાજની સમાનતાની 93% દર્શાવી હતી સંભાવના
આ અગાઉ, ઑગસ્ટ 2025માં, ગુવાહાટી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અગાઉના રિપોર્ટમાં સ્પષ્ટતા ન હોવાથી સુપ્રીમ કોર્ટે ઑડિયો ક્લિપ્સને NFSL, ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદાર કૂકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સ ટ્રસ્ટ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે ટ્રુથ લેબ્સ દ્વારા તૈયાર કરાયેલા એક અલગ ફોરેન્સિક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં 50-મિનિટના રેકોર્ડિંગને અસંપાદિત ગણાવ્યું હતું અને તેમાં અવાજની સમાનતાની 93% સંભાવના દર્શાવી હતી.
કેસની વધુ સુનાવણી 8 ડિસેમ્બરે થશે
તેના જવાબમાં, જસ્ટિસ કુમારે કહ્યું કે, અરજદારને NFSL રિપોર્ટ આપવામાં આવશે, જેથી તેઓ તેના પર પ્રતિક્રિયા આપી શકે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા એ NFSL રિપોર્ટના તારણોને સમર્થન આપ્યું અને રાજ્યની પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ હોવાથી કોઈપણ હસ્તક્ષેપ ટાળવાની સલાહ આપી. આ કેસની વધુ સુનાવણી 8 ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ