મણિકર્ણિકા ઘાટ: ભસ્મ અને ડમરુના નાદ સાથે હોળી
ઇતિહાસમાં પ્રથમવાર ઘાટને બદલે માત્ર મંદિર પરિસરમાં રમાઈ હોળી; સુરક્ષાના કારણોસર પ્રતિબંધ

મણિકર્ણિકા ઘાટ પર ડમરુના નાદ સાથે હોળી

મણિકર્ણિકા ઘાટ પર ડમરુના નાદ સાથે હોળી
કાશીની વિશ્વવિખ્યાત અને પરંપરાગત 'મસાણે કી હોલી' શનિવારે મણિકર્ણિકા ઘાટ પર ઉજવવામાં આવી હતી. જોકે, આ વર્ષે સુરક્ષા અને ધાર્મિક વિવાદોને કારણે આ ઉત્સવ કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
પ્રથમવાર પોલીસ પ્રશાસન દ્વારા ઘાટ પર રાખથી હોળી રમવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે ભક્તોએ મહાશ્મશાન નાથ મંદિરની અંદર જ પરંપરા નિભાવી હતી.
પરંપરા અને માન્યતા
પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન બાદ 'રંગભરી એકાદશી'ના દિવસે ભક્તો ભગવાન સાથે હોળી રમે છે. પરંતુ તેના બીજા દિવસે, મહાદેવ પોતાના ગણો (ભૂતો, પિશાચો અને નાગા સાધુઓ) સાથે હોળી રમવા સ્મશાનમાં આવે છે અને ચિતાની ભસ્મ (રાખ) થી હોળી રમે છે. આ પરંપરાને 'મસાણે કી હોલી' કહેવામાં આવે છે.
આ વર્ષે કેમ ફિક્કો રહ્યો ઉત્સવ?
હોળી ઉજવણી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. 12 પોલીસ સ્ટેશનોનો સ્ટાફ, PAC અને RRF ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું.
માત્ર અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને જ ઘાટ પર પ્રવેશ અપાયો હતો. સામાન્ય જનતાને રાખથી હોળી રમવા માટે ઘાટ પર જવા દેવાયા નહોતા તેમના માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ધાર્મિક વિરોધ: કાશી વિદવત પરિષદ અને ડોમ રાજા પરિવારના કેટલાક સભ્યોએ ચિતાની રાખ ઉડાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેને તેઓ શાસ્ત્રો વિરુદ્ધ ગણાવતા હતા.
મંદિરની અંદર ઉજવણી
બાબા મહાશ્મશાન નાથ મંદિરના આયોજક ગુલશન કપૂરના જણાવ્યા મુજબ, મંદિરની અંદર ભવ્ય આરતી બાદ પરંપરાગત રીતે રાખથી હોળી રમવામાં આવી હતી.
સાધુ-સંન્યાસીઓ નરમુંડની માળા પહેરી, ચશ્મા લગાવીને ડમરુના તાલે નાચતા જોવા મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ