મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના,મકાનમાં લાગી ભીષણ આગ,
2 બાળકો સહિત 4 લોકોના મોત

મકાનમાં લાગી ભીષણ આગ

મકાનમાં લાગી ભીષણ આગ
મધ્ય પ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શનિવારે (21મી ડિસેમ્બર) વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.
આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
દેવાસમાં આજે વહેલી સવારે નયાપુરા વિસ્તારમાં મદન સોલંકી નામના યુવકના ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે 4.14 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે.
3 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં દૂધની ડેરી હતી. ડેરીમાં આગ લાગતા બીજા માળ સુધી પહોંચી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ