ઉધમપુરમાં સેનાની મોટી કાર્યવાહી, જૈશના 2 આતંકી ઠાર
બસંતગઢ વિસ્તારમાં 48 કલાક ચાલેલા ઓપરેશનમાં મોટી સફળતા, સક્રિય જૈશ નેટવર્કને મોટો ફટકો

જૈશના 2 આતંકી ઠાર

જૈશના 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસંતગઢ વિસ્તારમાં બે દિવસ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મંગળવારથી શરૂ થયેલું આ સર્ચ અને ડિસ્ટ્રોય ઓપરેશન બુધવારે બપોરે પૂર્ણ થયું હતું.
ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોર હેઠળ CIF ડેલ્ટા, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે ગુપ્ત માહિતીના આધારે રામનગરના જાફર જંગલ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે કેટલાક આતંકીઓ ગુફામાં છુપાયેલા છે.
મંગળવારે સાંજના સમયે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના જવાબમાં સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. અથડામણ દરમિયાન એક આતંકી ઘાયલ થયો હતો અને બંને આતંકીઓ નજીકની ગુફામાં છુપાઈ ગયા હતા. આ ગુફામાંથી ફાયરિંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
સેનાએ રાત્રિ દરમિયાન ડ્રોન, ડોગ સ્ક્વોડ અને આધુનિક સાધનોની મદદથી વિસ્તારમાં સતત નજર રાખી હતી. બુધવારે વહેલી સવારે વિસ્ફોટ કરીને ગુફાના એક ભાગને તોડી પાડવામાં આવ્યો, ત્યારબાદ અંતિમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બંને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાર થયેલા આતંકીઓમાં એક જૈશનો વરિષ્ઠ કમાન્ડર અબુ માવિયા હોવાનું બહાર આવ્યું છે, જે લાંબા સમયથી જમ્મુ ડિવિઝનમાં આતંકી નેટવર્ક મજબૂત કરવાની કોશિશ કરી રહ્યો હતો. બીજા આતંકીની ઓળખ ઝુબેર તરીકે કરવામાં આવી રહી છે.
આ ઓપરેશન સાથે સાથે કિશ્તવાડ જિલ્લામાં ‘ઓપરેશન ત્રાશી-1’ પણ ચાલુ છે. છેલ્લા પંદર દિવસમાં આ વિસ્તારમાં આતંકીઓ સાથે ચાર અથડામણો થઈ ચૂકી છે. સુરક્ષા દળોએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.