મહારાષ્ટ્રમાં આજે BMC ચૂંટણી તારીખ શક્ય
SECની પ્રેસ કોન્ફરન્સમાં 4 વાગ્યે ઘોષણા, વિપક્ષના મતદાર યાદી વિવાદ વચ્ચે ચર્ચા

મહારાષ્ટ્રમાં આજે BMC સહિત સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત શક્ય

મહારાષ્ટ્રમાં આજે BMC સહિત સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત શક્ય
મહારાષ્ટ્રમાં લાંબા સમયથી રાહ જોવામાં આવતી BMC અને અન્ય 28 મ્યુનિસિપલ કોર્પોરેશન, 289 મ્યુનિસિપલ કાઉન્સિલ, 32 જિલ્લા પરિષદો, 331 પંચાયત સમિતિઓ અને 42 નગર પંચાયતોની ચૂંટણીઓની તારીખો આજે જાહેર થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (SEC)ના કમિશનર દિનેશ વાઘમારે મુંબઈમાં સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર સમયપત્રક જાહેર કરે તેવી અપેક્ષા છે. આ ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટના 31 જાન્યુઆરી 2026 સુધી પૂર્ણ કરવાના આદેશને કારણે મહત્વપૂર્ણ છે, અને તે મહારાષ્ટ્રની રાજકારણમાં મહાયુતિ (ભાજપ-શિંદે શિવસેના-NCP) અને MVA (શિવસેના UBT-કોંગ્રેસ-NCP SP) માટે મોટો પરીક્ષણકાળ બનશે.
તારીખોની અપેક્ષિત ઘોષણા: ત્રણ તબક્કામાં ચૂંટણી, BMC-પુણે-નાગપુર જાન્યુઆરીમાંસૂત્રો મુજબ, પ્રથમ તબક્કો નવેમ્બર અંત સુધીમાં 246 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 42 નગર પંચાયતો માટે યોજાશે. બીજા તબક્કામાં ડિસેમ્બરમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ, જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં જાન્યુઆરી 15ની આસપાસ BMC, પુણે, નાગપુર, થાણે અને નાશિક જેવી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓ 2026 વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્વની લાગશે, જેમાં મહાયુતિની સત્તા અને વિપક્ષની તાકાતની કસોટી થશે.
વિપક્ષનો વિરોધ: મતદાર યાદીમાં ગેરરીતિ, ચૂંટણી મુલતવી રાખવાની માંગઘોષણા વચ્ચે વિપક્ષીઓએ મતદાર યાદીમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. શિવસેના (UBT)એ 1 જુલાઈની યાદીમાં ડુપ્લિકેટ અને નકલી નામોના પુરાવા સાથે કોર્ટનો સંપર્ક કરવાની જાહેરાત કરી છે. MNSના રાજ ઠાકરે 1 નવેમ્બરે મુંબઈમાં 'સત્યાચા મોરચા' દ્વારા વિરોધ માર્ચ કર્યો હતો, જેમાં યાદી સુધારણા પછી જ ચૂંટણી કરવાની માંગ કરાઈ હતી. SEC કહે છે કે એકવાર તારીખો જાહેર થઈ જાય તો કોર્ટમાં હસ્તક્ષેપ મુશ્કેલ બને છે.
દિલીપ વાલ્સે પાટીલના નિવેદનથી ખળભળાટ: 'જિલ્લા પરિષદ 15 ડિસેમ્બર, BMC 15 જાન્યુઆરી'NCP (અજિત પવાર ગ્રુપ)ના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે પાટીલે 3 નવેમ્બરે વાયરલ વીડિયોમાં કહ્યું કે જિલ્લા પરિષદની ચૂંટણી 15 ડિસેમ્બરે, મ્યુનિસિપલ કોર્પોરેશન 15 જાન્યુઆરીએ યોજાશે, અને સમગ્ર પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026 પહેલાં પૂર્ણ થશે. આ નિવેદનથી રાજકીય વલણમાં ખળભળાટ મચ્યો, કારણ કે SECએ હજુ સત્તાવાર જાહેરાત નહોતી કરી.
BMC ચૂંટણીનું મહત્વ: 227 વોર્ડ, OBC રિઝર્વેશન અને વોર્ડ ડિલિમિટેશનBMCમાં 227 વોર્ડ છે, અને SECએ 11 નવેમ્બરે રિઝર્વેશન લોટરી યોજવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 2022 પહેલાંની OBC રિઝર્વેશન ચાલુ રહેશે. વોર્ડ બાઉન્ડરીઝની ડ્રાફ્ટ ડિલિમિટેશન પૂર્ણ થઈ ગઈ છે, અને 492 સજેશન્સ પર સુનાવણી પછી અંતિમ નોટિફિકેશન જારી થઈ છે. 2017માં શિવસેનાએ 84, ભાજપે 82 સીટો જીતી હતી, અને હવે મહાયુતિ વચ્ચે સીટ વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે – ભાજપ 140-150 સીટો લઈ શિંદે શિવસેનાને 70-80 આપી શકે.
આ ચૂંટણીઓથી મહારાષ્ટ્રની રાજકારણમાં નવુ વાવાઝોડુ લાવશે, અને વિપક્ષના વિરોધ વચ્ચે SECની ઘોષણા પર દેખવાનું રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...