મધ્યપ્રદેશ સિરપ કાંડ: કંપની માલિક ગોવિંદન પકડાયો.
ઝેરી કફ સિરપ બનાવતી કંપની 'શ્રીસન ફાર્મા'ના માલિકની ધરપકડ, પોલીસે ચેન્નઈથી પકડી પાડ્યો.

સિરપ કાંડ: કંપની માલિક ગોવિંદન પકડાયો

સિરપ કાંડ: કંપની માલિક ગોવિંદન પકડાયો
મધ્ય પ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપ પીવાથી 20 નિર્દોષ બાળકોના કિડની ફેલ થવાને કારણે થયેલા મૃત્યુના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 'કોલ્ડ્રિફ' નામની ઘાતક કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની મોડી રાત્રે ચેન્નઈથી ધરપકડ કરી છે. ગોવિંદન પર પોલીસે ₹20,000નું ઈનામ જાહેર કર્યું હતું અને તે પત્ની સાથે ફરાર હતો.
ફરાર માલિકની ચેન્નઈથી ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, રંગનાથન ગોવિંદન ચેન્નઈ સ્થિત પોતાના ઘર અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી ફેક્ટરીને તાળું મારીને છેલ્લા કેટલાક સપ્તાહોથી ગાયબ હતો. છિંદવાડાના પરાસિયા પોલીસ સ્ટેશનમાં 5 ઓક્ટોબરના રોજ દવા નિર્માતા કંપનીના સંચાલકો, બાળ રોગ નિષ્ણાત ડૉ. પ્રવીણ સોની અને અન્ય જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ BNSની કલમ 105, 276 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ 27(a) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ડૉ. પ્રવીણ સોનીની ધરપકડ પહેલેથી જ થઈ ચૂકી હતી, પરંતુ કંપનીના માલિકો પોલીસની પકડથી દૂર હતા. છિંદવાડા SP અજય પાંડેએ તાત્કાલિક 12 સભ્યોની SITની રચના કરી હતી. SITની ટીમે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને સ્થાનિક સ્રોતોની મદદથી આરોપીનો ચેન્નઈના એક એપાર્ટમેન્ટમાંથી સફળતાપૂર્વક પતો લગાવી ધરપકડ કરી છે.
સિરપમાં ઘાતક કેમિકલ કેવી રીતે આવ્યું?
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, SITની ટીમ રંગનાથન ગોવિંદનને ચેન્નઈથી ભોપાલ લાવી રહી છે. અહીં તેની કફ સિરપના નિર્માણ, કાચા માલની સપ્લાય, વિતરણ નેટવર્ક અને લાઇસન્સ સંબંધિત અનિયમિતતાઓ અંગે સઘન પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ એ હકીકત જાણવા માંગે છે કે આ સિરપમાં જીવલેણ કેમિકલ કેવી રીતે સામેલ થયું અને કંપનીની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં આટલી ગંભીર ચૂક શા માટે થઈ?
'કોલ્ડ્રિફ' સિરપના સેવનથી 20થી વધુ માસૂમોના મૃત્યુ બાદ સમગ્ર મધ્ય પ્રદેશમાં રોષ અને દહેશતનો માહોલ ફેલાયો હતો. આ સીરપ મધ્યપ્રદેશ સિવાય નજીકના રાજ્યોમાં પણ વેચાણ કરવામાં આવતી હતી, જેની પર પણ તાત્કાલિક ધોરણે રોક લગાવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગે તાત્કાલિક દવાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટનાએ દેશમાં દવાઓના સુરક્ષા ધોરણો અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...