જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી લાંબી કતારો
મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી વેંચાણ માટે ખેડૂતો કતાર બંધ જોડાયા

મગફળીના ઊંચા ભાવ

મગફળીના ઊંચા ભાવ
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેંચાણ માટે ખેડૂતો દ્વારા વાહનોની લાંબી કતાર લગાવી છે, અને બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે.... હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવે છે, અને યાર્ડની બહાર આશરે 850 થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો,બોલેરો,ટ્રેકટર,રીક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ છે....
ખેડૂતો પોતાના વાહનો લઈને 24 થી 48 કલાક સુધી મગફળીના વેંચાણ માટે કતાર બંધ રાહમાં જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ બહાર ઊભા રહે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવે છે, જે ટોકનના આધારે ખેડૂતો ક્રમશઃ પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા પછી મગફળીની જણસીની હરાજીની પ્રક્રિયા થાય છે....હાપા યાર્ડમાં મગફળીના વેંચાણ માટે ખેડૂતો જામનગર અને સૌરાષ્ટ્રમાંથી આવે છે, જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના જિલ્લાઓનો સમાવેશ થાય છે... એટલું જ માત્ર નહીં પરંતુ હાલાર પંથકની મગફળીની ખૂબ જ સારી જાત એટલે કે, 9 નંબર અને 66 નંબર હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવતા હોય છે, જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા યાર્ડમાં મગફળીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી ખેડૂતો પણ આકર્ષાય છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી,અમરેલી વિસ્તારના જુદાજુદા તાલુકા મથકો માથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે વાહનોની મોટી કતાર યાર્ડ બહાર લાગી ગઈ છે.... જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી... પરંતુ આજે સોમવારથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ