Pahalgam Terror Attack નો માસ્ટરમાઇન્ડ ખુલ્લો પડ્યો, જાણો કોણ છે સૈફુલ્લાહ ખાલિદ...
આર્મી સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદ...

લશ્કરના કમાન્ડરનો નાપાક પ્લાન ખુલ્લો પડ્યો...

લશ્કરના કમાન્ડરનો નાપાક પ્લાન ખુલ્લો પડ્યો...
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઈને એક મોટો ખુલાસો થયો છે. આર્મીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોહિયાળ હુમલાની સાજિશ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદે રચી હતી. સૈફુલ્લાહ છેલ્લા બે મહિનાથી આ હુમલાની યોજના બનાવી રહ્યો હતો અને આ માટે તેણે બે વખત પાકિસ્તાની આર્મી કેમ્પની મુલાકાત પણ લીધી હતી.
ગઈકાલે, એટલે કે મંગળવારે થયેલા આ આતંકવાદી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. જો કે, TRF બીજું કશું નહીં પરંતુ લશ્કર-એ-તૈયબાનું જ એક છૂપું સંગઠન છે, જે 2019 માં અસ્તિત્વમાં આવ્યું હતું. આ હુમલાની પાછળનો ખરો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ જ હોવાનું હવે સ્પષ્ટ થયું છે.
આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે ખૈબર પખ્તુનખ્વાહમાં આયોજિત એક સભામાં સૈફુલ્લાહે ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેણે કહ્યું હતું, "આજે બે ફેબ્રુઆરી છે અને હું વચન આપું છું કે બે ફેબ્રુઆરી 2026 સુધી અમે કાશ્મીર પર કબજો કરવા માટે પૂરી તાકાત લગાવી દઈશું." તેણે વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં તેમના મુજાહિદ્દીન કાશ્મીરમાં હુમલાઓ તેજ કરી દેશે. તેણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે 2 ફેબ્રુઆરી 2026 સુધીમાં કાશ્મીર આઝાદ થઈ જશે. નોંધનીય છે કે, આ સભાનું આયોજન પાકિસ્તાન આર્મી અને ISI દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હથિયારધારી આતંકવાદીઓ ખુલ્લેઆમ હાજર હતા.
આખરે આ સૈફુલ્લાહ કોણ છે?
સૈફુલ્લાહ લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદનો ખૂબ જ નજીકનો સાથી અને લશ્કરનો ડેપ્યુટી ચીફ છે. તેનું પૂરું નામ સૈફુલ્લાહ ખાલિદ છે, જેને સૈફુલ્લાહ કસૂરી તરીકે પણ ઓળખવામાં આવે છે. લશ્કરનું છૂપું સંગઠન ગણાતા TRF અને PAFF ની રચના પણ સૈફુલ્લાહે જ કરી છે. ભારત વિરુદ્ધના અનેક હુમલાઓમાં તેનું નામ સામે આવી ચૂક્યું છે. તે માત્ર હાફિઝ સઈદનો જ નહીં પરંતુ પાકિસ્તાની સેનાનો પણ લાડલો છે.
સૈફુલ્લાહ પાકિસ્તાની સેના માટે ભડકાઉ ભાષણો આપે છે. બે મહિના પહેલાં તેણે પાકિસ્તાની પંજાબના કંગનપુરમાં પાકિસ્તાની સેનાની બટાલિયનમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાની સેનાના અધિકારીઓએ તેના પર ફૂલોની વર્ષા કરી હતી. આ ઘટના દર્શાવે છે કે સૈફુલ્લાહને પાકિસ્તાની સેના અને ISI નું ખુલ્લું સમર્થન પ્રાપ્ત છે અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની યોજના તેણે જ બનાવી હોવાના પુરાવા હવે સામે આવી રહ્યા છે. આ ખુલાસાથી આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ વધુ એક વખત દુનિયા સામે ખુલ્લા પડી ગયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.