તમિલનાડુમાં મંત્રી પન્નીરસેલ્વમનું વિવાદિત નિવેદન
એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીય શ્રમિકો વિશે વિવાદિત નિવેદન આપતા ભાષા વિવાદ વધ્યો

મંત્રી પન્નીરસેલ્વમ

મંત્રી પન્નીરસેલ્વમ
તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાજ્યના કૃષિ મંત્રી એમઆરકે પન્નીરસેલ્વમે ઉત્તર ભારતીય પ્રવાસી શ્રમિકો વિરુદ્ધ કરેલી ટિપ્પણીથી નવો ભાષા વિવાદ છેડાયો છે. મંત્રીએ ઉત્તર ભારતીયોના રોજગારની તુલના તમિલનાડુના યુવાનોની વૈશ્વિક સિદ્ધિઓ સાથે કરતા જણાવ્યું કે, રાજ્યની દ્વિ-ભાષા નીતિને કારણે અહીંના બાળકો અંગ્રેજીમાં નિપુણ હોય છે અને વિદેશોમાં કરોડોના પેકેજ પર નોકરી મેળવે છે. મંત્રીએ દાવો કર્યો હતો કે, તમિલ યુવાનો અમેરિકા અને લંડન જેવા દેશોમાં જઈને મોટી કમાણી કરે છે, જ્યારે બીજી તરફ જે લોકોનું શિક્ષણ માત્ર હિન્દી ભાષા સુધી મર્યાદિત છે તેઓને રોજગારીની તકો પણ સીમિત મળે છે.
વિપક્ષી દળોએ કડક વાંધો ઉઠાવ્યો
બુધવારે આપેલા આ નિવેદનમાં કૃષિ મંત્રી પન્નીરસેલ્વમના બોલ વધુ બગડ્યા હતા જ્યારે તેમણે કહ્યું કે, "ઉત્તર ભારતથી આવેલા લોકો તમિલનાડુમાં માત્ર ટેબલ સાફ કરવા માટે આવી રહ્યા છે. તેઓ અહીં બાંધકામ મજૂર અને પાણીપુરી વેચવાનું કામ કરે છે, કારણ કે તેઓ માત્ર હિન્દી જ શીખ્યા છે." મંત્રીના આ નિવેદનને અત્યંત અપમાનજનક અને વિભાજનકારી ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના નિવેદનથી ભાષા વિવાદ અને ઉત્તર-દક્ષિણ ભારતની રાજનીતિ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. વિપક્ષી દળોએ આ ટિપ્પણી સામે કડક વાંધો ઉઠાવ્યો છે અને તેને દેશની એકતા માટે જોખમી ગણાવી છે.
ભાષા વિવાદ ચૂંટણીના એજન્ડામાં મહત્વનો વળાંક
રાજકીય વિશ્લેષકોના મતે, આ ભાષા વિવાદ ચૂંટણીના એજન્ડામાં મહત્વનો વળાંક લાવી શકે છે. સત્તાધારી DMK સરકારમાં પણ આ મુદ્દે અલગ-અલગ સૂર જોવા મળી રહ્યા છે. એક તરફ પન્નીરસેલ્વમ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, તો બીજી તરફ ઉદ્યોગ મંત્રી ટીઆરબી રાજાએ અગાઉ કહ્યું હતું કે, તમિલનાડુ સરકાર કોઈને હિન્દી બોલતા રોકતી નથી અને હિન્દી ભાષીઓનું પણ રાજ્યમાં સ્વાગત છે. તમિલનાડુમાં લાખો ઉત્તર ભારતીય શ્રમિકો બાંધકામ અને ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત છે, ત્યારે ચૂંટણી ટાણે સર્જાયેલો આ ભાષા વિવાદ DMK માટે રાજકીય રીતે કેટલો નુકસાનકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!