ઊંઘ પૂરી ન થવાના કારણે સ્કિનને થઈ શકે છે નુકસાન, ભૂલથી પણ ન કરો આ ભૂલ
સારી ઊંઘ ન માત્ર આપણા શરીર પરંતુ આપણી ત્વચા માટે પણ ખૂબ જરૂરી છે.

દરરોજ પૂરતી ઊંઘ ન લેતા હોવ તો તેનાથી તમારી સ્કિન નિર્જીવ અને ડ્રાય બની જશે

દરરોજ પૂરતી ઊંઘ ન લેતા હોવ તો તેનાથી તમારી સ્કિન નિર્જીવ અને ડ્રાય બની જશે
જો તમે પણ સ્કિન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે અમુક ભૂલના કારણે પણ ચહેરા સંબંધિત પરેશાનીઓ થવા લાગે છે.
ચહેરા સંબંધિત સમસ્યાના ઘણા કારણ હોઈ શકે છે. જેમાં એક અપૂરતી ઊંઘ પણ મોટું કારણ બની શકે છે. સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે આપણે ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણી સ્કિન સ્વસ્થ રહે. સારી ઊંઘ ન માત્ર આપણા શરીર પરંતુ આપણી ત્વચા માટે પણ ખૂબ જરૂરી છે. અપૂરતી ઊંઘના કારણે આપણે સ્કિન સંબંધિત ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
જો તમે પણ દરરોજ પૂરતી ઊંઘ ન લેતા હોવ તો તેનાથી તમારી સ્કિન નિર્જીવ અને ડ્રાય બની શકે છે. એટલું જ નહીં અમુક લોકોને અપૂરતી ઊંઘના કારણે પિંપલ્સ થવા લાગે છે.
જો તમે પૂરતી ઊંઘ ન લેતાં હોવ તો તેનાથી તમારી સ્કિનનો કલર ફિક્કો પડી શકે છે અને યુવાનીમાં જ ચહેરા પર કરચલીઓ થવા લાગશે.
એટલું જ નહીં જો તમારે અપૂરતી ઊંઘ હશે તો તેનાથી તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ્સ અને આંખો પર સોજો આવી શકે છે.
અમુક લોકોને અપૂરતી ઊંઘના કારણે ચહેરા પર એલર્જી થઈ શકે છે જેમ કે લાલાશ, સોજો, ચકામા વગેરે. આ બધી બાબતોથી બચવા માટે તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ