કોલકાતામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ
કોલકાતામાં 11 ઈંચ જેટલો ભારે વરસાદ થતાં શહેરમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ
ભારે વરસાદથી પૂરની સ્થિતિ
ભારે વરસાદથી પૂરની સ્થિતિ
બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાના કારણે કોલકાતા અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર પડેલા મુશળધાર વરસાદે આખા શહેરને પાણીમાં ડુબાડી દીધું છે. શહેરમાં રેકોર્ડ 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, અને રેલવે ટ્રેક તેમજ મેટ્રો સ્ટેશનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સ્થિતિમાં વીજ કરંટ લાગવાથી ઓછામાં ઓછા 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે શહેરની આગામી દુર્ગા પૂજાની તૈયારીઓ પર પણ વિપરીત અસર થઈ છે.
મમતા બેનર્જીએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ વરસાદ રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા.
આ પણ વાંચો: વરસાદના કારણે આ શહેરોના ખેલૈયાઓની બગડી નવરાત્રી
દુર્ગા પૂજાના પંડાલોમાં પાણી ભરાઈ ગયું
કોલકાતામાં દુર્ગા પૂજાના પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેથી આયોજકો મૂર્તિઓ અને સજાવટને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીરલેસ હોસ્પિટલ જેવા કેટલાક સ્થળોએ પણ કોરિડોર અને દર્દીઓના રૂમમાં પાણી ઘૂસી ગયા છે. અમેરિકી વાણિજ્ય દૂતાવાસે પણ 23 સપ્ટેમ્બરના રોજ પોતાની તમામ સેવાઓ બંધ રાખી છે.
પરિવહનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ
આ ભારે વરસાદના કારણે શહેરની પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. બ્લુ લાઈન પર મહાનાયક ઉત્તમ કુમાર અને રવીન્દ્ર સરોવર સ્ટેશન વચ્ચે જળભરાવના કારણે મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઈસ્ટર્ન રેલવેના સિયાલદાહ સાઉથ સેક્શનમાં ટ્રેન સેવાઓ સંપૂર્ણ બંધ રહી, જ્યારે અન્ય વિભાગોમાં મર્યાદિત સેવાઓ ચાલુ હતી.
આ પણ વાંચો: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ફ્લાઈટ સેવાઓ મોટાભાગે શરૂ
હાવાડા અને કોલકત્તા ટર્મિનલ પર પણ આંશિક વિક્ષેપ જોવા મળ્યો હતો. ચિતપુર યાર્ડમાં પાણી ભરાવાના કારણે સર્ક્યુલર રેલવે લાઈન પણ ઠપ્પ થઈ ગઈ હતી. અનેક લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ સહિત કેટલીક લાંબા અંતરની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન વે પર પણ પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ફ્લાઈટ સેવાઓ મોટાભાગે સમયસર ચાલુ રહી હતી.
કોલકાતામાં યલો એલર્ટ જાહેર
મેયરે વર્તમાન સ્થિતિની સરખામણી 1978ના ભયંકર પૂર સાથે કરી છે. સોશિયલ મીડિયા પર #KolkataRain અને #KolkataFloods જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે, જ્યાં યુઝર્સ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ઇમરજન્સી સેવાઓ તૈનાત કરી છે અને હવામાન વિભાગે દક્ષિણ 24 પરગણા માટે ઓરેન્જ એલર્ટ અને કોલકાતા સહિત અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. એવી પણ શક્યતા છે કે 25 સપ્ટેમ્બર સુધીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?