કેરળ IT પ્રોફેશનલની આત્મહત્યા: RSS પર ભયંકર આક્ષેપ
યુવા એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા RSS કેમ્પોમાં જાતીય અને શારીરિક શોષણનો કર્યો પર્દાફાશ

કેરળ IT પ્રોફેશનલની આત્મહત્યા: RSS પર ભયંકર આક્ષેપ

કેરળ IT પ્રોફેશનલની આત્મહત્યા: RSS પર ભયંકર આક્ષેપ
કેરળમાં એક કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજી થમ્પનૂર એક લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આત્મહત્યા પહેલા આનંદુએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેડ્યૂલ કરેલી હતી જેમાં આત્મહત્યા શું કામ કરી? તેના ચોંકાવનારા મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે.
કોટ્ટાયમના વતની આનંદુનું મૃતદેહ ગુરુવારે (09 ઓક્ટોબરે) સાંજે લોજના સ્ટાફે શોધી કાઢ્યું હતું. તેણે આત્મહત્યા પાછળનું કારણ તેમના બાળપણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અનેક સભ્યો દ્વારા થયેલું સતત જાતીય અને શારીરિક શોષણ જણાવ્યું હતું.
સામાન્ય રીતે, સમાજમાં સ્ત્રીઓની સુરક્ષા અને તેમના પરના અત્યાચાર અંગે ચર્ચા થાય છે, પરંતુ આનંદુની આ ઘટનાએ એ કડવી વાસ્તવિકતા સામે લાવી છે કે નાના છોકરાઓનું શોષણ પણ એક ગંભીર અને અવગણાયેલો મુદ્દો છે. વળી, ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્યને હજી પણ એક ઉપજાવેલો વિષય (Taboo) માનવામાં આવે છે.
આનંદુએ તેની ઇન્સ્ટાગ્રામની શેડ્યુલ્ડ પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા (Anxiety) અને ડિપ્રેશનને કારણે, અને તેના માટે લેવાતી દવાઓના કારણે કામ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાથી, તેમણે આ પગલું ભર્યું. તેમણે આ માનસિક બીમારીઓ માટે તેમના બાળપણના આઘાતને જવાબદાર ઠેરવ્યો છે, જે દર્શાવે છે કે આ પ્રકારનું શોષણ માનસિક સ્વાસ્થ્ય પર કેટલો ગંભીર બોજ મૂકે છે.
View this post on Instagram
આજીવન આઘાત માટે RSS જવાબદાર
આનંદુએ તેની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું કે આત્મહત્યા પાછળ કોઈ અંગત સંબંધ કે દેવું નહીં, પરંતુ તેમની માનસિક સ્થિતિ જવાબદાર છે. તેમણે આ સ્થિતિ માટે RSSને મુખ્ય સંગઠન અને એક ચોક્કસ વ્યક્તિને જવાબદાર ગણાવ્યા છે. પોસ્ટમાં લખ્યું કે તેમના પિતાએ તેમને બાળપણમાં RSS સાથે જોડ્યા હતા અને ત્યાં જ તેમણે આઘાત સહન કર્યો. તેમણે પોતાને 'બળાત્કારનો ભોગ' ગણાવતા સંગઠન પર ગંભીર આક્ષેપો મૂક્યા.
આનંદુએ પોસ્ટમાં 'NM' નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો, જે RSS અને BJPનો સક્રિય સભ્ય હોવા ઉપરાંત તેમના પાડોશી પણ હતા. આનંદુના પરિવારનો વિશ્વાસુ ગણાતા આ વ્યક્તિએ નાની ઉંમરે તેમનું સતત જાતીય શોષણ કર્યું જેનો આઘાત વ્યક્ત કર્યો કે આ દુર્વ્યવહાર જ ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD)નું કારણ હતો, જેની જાણ તેમને નિદાન બાદ થઈ. તેમણે RSSના શિબિરો (ITC અને OTC)માં પણ સંગઠનના અજાણ્યા સભ્યો દ્વારા જાતીય અને શારીરિક શોષણનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
દયનીય શોષણનો ભોગ બનેલા હોવાના દાવા સાથે, આનંદુએ RSSને 'તીવ્ર નફરત અને દુર્વ્યવહારનો સ્ત્રોત' ગણાવ્યો અને તેના સભ્યો સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવાની ચેતવણી આપી. તેમણે અન્ય બાળકો સાથે પણ શિબિરોમાં આવું જ શોષણ થતું હોવાનો આરોપ મૂક્યો. ઉપરાંત આવા બાળકોને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. સાથે જ, માતા-પિતાને અપીલ કરી કે તેઓ બાળકોને યોગ્ય સેક્સ એજ્યુકેશન આપે અને સારા-ખરાબ સ્પર્શ વિશે જાગૃત કરે, જેથી ડરને કારણે બાળકો ચૂપ ન રહે.
આ ગંભીર આક્ષેપો બાદ કેરળમાં રાજકારણ ગરમાયું છે. સત્તારૂઢ CPIM અને તેની યુવા પાંખ DYFIએ આનંદુની સોશિયલ મીડિયા પોસ્ટમાં કરાયેલા આક્ષેપોની ગહન અને નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. DYFIના ઉપાધ્યક્ષ વી.કે. સનોજે આ ઘટનાને RSSની 'અમાનવીય વિચારધારા'નો પર્દાફાશ ગણાવી છે. હાલમાં પોલીસે અનનેચરલ ડેથનો કેસ દાખલ કરીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જેથી મૃત્યુના સંજોગો અને આનંદુના આક્ષેપોની સત્યતા જાણી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...