India Pakistan Conflict : યુદ્ધવિરામને શું થયું?, ભારતના અનેક શહેરોમાં દેખાયા ડ્રોન...
કાશ્મીર ખીણમાં ભયનો ઓછાયો, બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોન તોડાયા, લાલ ગોળા અને વિસ્ફોટ સંભળાયા...

યુદ્ધવિરામનું ઉલ્લંઘન?, કાશ્મીરમાં ફરી તણાવ...

યુદ્ધવિરામનું ઉલ્લંઘન?, કાશ્મીરમાં ફરી તણાવ...
જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આજે રાત્રે શ્રીનગર અને ઉધમપુરમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો, જેના કારણે અંધકારનું સામ્રાજ્ય છવાયું હતું. આ દરમિયાન આકાશમાં લાલ રંગના ગોળા જોવા મળ્યા હતા અને જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાયા હતા, જેનાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય હવાઈ સંરક્ષણ દળોએ પાકિસ્તાની ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા હતા. શ્રીનગરમાં પણ જોરદાર વિસ્ફોટ સંભળાયા હતા, જે આકાશમાં ડ્રોનને નિષ્ફળ બનાવવાના પ્રયાસો હોવાનું માનવામાં આવે છે. ઉધમપુરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, જ્યાં લાલ ગોળા અને વિસ્ફોટે ભયનું વાતાવરણ સર્જ્યું હતું.
આ ઘટનાઓને પગલે રાજસ્થાનના જેસલમેર અને બાડમેર શહેરોમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યો છે. પંજાબના ફિરોઝપુરમાં પણ આવી જ તકેદારી રાખવામાં આવી રહી છે અને બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, "યુદ્ધવિરામને શું થયું? શ્રીનગરમાં આસપાસ વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે." તેમના આ ટ્વીટથી ખીણની સ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
સરહદી વિસ્તારોમાં આ પ્રકારની તંગદિલી અને બ્લેકઆઉટની સ્થિતિ જોતાં લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સત્તાવાળાઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.