Pahalgam Terror Attack : આ કુખ્યાત આતંકવાદી સંગઠને લીધી જવાબદારી!, જાણો તેની સંપૂર્ણ કુંડળી
પહેલગામમાં આતંકનો કાળો ઓછાયો, ધર્મ પૂછીને ગોળી મારી, એક પ્રવાસીનું મોત, અનેક ઘાયલ...

કાશ્મીરમાં ભય ફેલાવવાનો કારસો...

કાશ્મીરમાં ભય ફેલાવવાનો કારસો...
જમ્મુ-કાશ્મીરના રમણીય પહેલગામ (Pahalgam)માં મંગળવારનો દિવસ લોહીયાળ બની ગયો. અહીં થયેલા એક ભીષણ આતંકી હુમલાએ આ સુંદર પર્યટન સ્થળની શાંતિને છિન્નભિન્ન કરી નાખી. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF એ આ હુમલાની જવાબદારી લીધી છે. અહેવાલો અનુસાર, આ ભયાનક આતંકી હુમલામાં એક પ્રવાસીનું કરુણ મોત થયું છે, જ્યારે 12-13 જેટલા અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હુમલા દરમિયાન આતંકીઓએ પ્રવાસીઓને તેમનું નામ અને ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હતો, જેણે આ ઘટનાને લઈને ચિંતામાં વધુ વધારો કર્યો છે.
પ્રત્યક્ષદર્શીનું હૃદયદ્રાવક વર્ણન...
હુમલાની એક પ્રત્યક્ષદર્શી મહિલા પ્રવાસીએ આ ઘટનાનું ભયાનક વર્ણન કરતા જણાવ્યું કે, આતંકવાદીઓએ પહેલા લોકોનો ધર્મ પૂછ્યો અને પછી તેમને ગોળી મારી હતી. મહિલાએ PCR કોલ પર રડતાં રડતાં કહ્યું, 'હું ત્યાં ભેળપુરી ખાઈ રહી હતી, મારા પતિ મારી પાસે જ હતા. એક આતંકી આવ્યો, તેણે મારા હાથમાં ચૂડો જોયો અને મારા પતિને તેમનો ધર્મ પૂછ્યો. પછી તેને ગોળી મારી દીધી.' મહિલાએ વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓએ 3 થી 5 મિનિટ સુધી સતત ગોળીબાર કર્યો અને પછી તેઓ ભાગી ગયા. માહિતી અનુસાર, આ હુમલો પહેલગામ (Pahalgam)ના એ વિસ્તારમાં થયો જ્યાં પ્રવાસીઓ અવારનવાર ટ્રેકિંગ અને અન્ય પ્રવૃતિઓ માટે આવતા હોય છે. આતંકીઓ અચાનક જ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
સુરક્ષા દળોની ત્વરિત કાર્યવાહી...
હુમલાની જાણ થતાં જ ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને CRPF એ તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકીઓની શોધ માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો તેમની ધરપકડ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાનું સહયોગી સંગઠન TRPF એ આ હુમલાની જવાબદારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ સંગઠન તાજેતરના વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે.
શું છે TRF? કેવી રીતે કરે છે કામ?
TRF એક આતંકી સંગઠન છે, જે 2019 માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અસ્તિત્વમાં આવ્યું. આ પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ એક છૂપું નામ છે. TRF એ નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયો જેવા કે કાશ્મીરી પંડિતો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર સતત હુમલા કર્યા છે. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલા કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને બિનસાંપ્રદાયિક બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કાશ્મીરમાં ભય અને આતંક ફેલાવવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.