ટ્રમ્પ પર ભડક્યા કમલ હાસન; સલાહ ના આપો કહી દીધું
રશિયા પાસેથી તેલ લેવાની શરતી છૂટ પર કમલ હાસનનો અમેરિકા પર કટાક્ષ કરતા ટ્રોલ થયા..

ટ્રમ્પ પર ભડક્યા કમલ હાસન

ટ્રમ્પ પર ભડક્યા કમલ હાસન
અભિનેતા અને 'મક્કલ નિધિ મયમ'ના સ્થાપક કમલ હાસને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો માંડ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે આપવામાં આવેલી શરતી છૂટછાટ કમલ હાસનને પસંદ આવી નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે.
કમલ હાસને પત્રમાં લખ્યું, "માનનીય રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમે ભારતના લોકો એક આઝાદ અને પોતાના નિર્ણયો જાતે લેતા દેશના નાગરિકો છીએ. અમે હવે કોઈ બીજા દેશ પાસેથી ઓર્ડર લેતા નથી. કૃપા કરીને તમે તમારા કામથી કામ રાખો.
દેશો વચ્ચે પરસ્પર સન્માન જ દુનિયામાં શાંતિ જાળવવાની સાચી રીત છે. અમે તમારા દેશ અને ત્યાંના લોકોની પ્રગતિની કામના કરીએ છીએ. - એક ગૌરવશાળી ભારતીય નાગરિક."
સમગ્ર મામલો
મધ્ય-પૂર્વમાં (ઈરાન-ઈઝરાયેલ) ચાલી રહેલા જંગને કારણે વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ છે. ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બ્લોક કરવાની ધમકી આપી છે, જ્યાંથી દુનિયાનો 20% તેલ સપ્લાય થાય છે. આ સંકટ વચ્ચે, ટ્રમ્પ સરકારે ભારતને 3 એપ્રિલ સુધી રશિયા પાસેથી તેલ ખરીદવાની શરતી મંજૂરી આપી છે.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં તેલની સપ્લાય સ્થિર રાખવા માટે ભારતને આ અસ્થાયી છૂટ આપવામાં આવી છે.
કમલ હાસનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. ઘણા યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે કમલ હાસન કઈ હેસિયતથી આખા ભારત વતી નિવેદન આપી રહ્યા છે?
લોકોનું કહેવું છે કે ભારત સરકાર આ મામલાઓ સંભાળવા સક્ષમ છે અને અમેરિકાએ કોઈ ઓર્ડર નથી આપ્યો પણ માત્ર એક ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. કેટલાક લોકો આને કમલ હાસનનું 'એટેન્શન સીકિંગ ડ્રામા' પણ ગણાવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ