SIR મામલે SCમાં મમતા બેનર્જીની આક્રમક દલીલ
સામાન્ય જનતાને ન્યાય નથી મળતો ત્યારે ન્યાય બંધ દરવાજા પાછળ આંસુ સારે છે: મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ભારત નિર્વાચન આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ગહન પુનરીક્ષણ એટલે કે SIR પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલે ભાવુક અને તીખી દલીલો કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મમતા બેનર્જીએ ન્યાયતંત્રની સ્થિતિ પર ટિપ્પણી કરતા અત્યંત માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યારે બધું સમાપ્ત થઈ જાય છે અને અમને ન્યાય નથી મળતો, ત્યારે એવું લાગે છે કે ન્યાય બંધ દરવાજાની પાછળ રડી રહ્યો છે.
નાગરિકોને બહાર રાખવાનો ભય
તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ કોઈ પક્ષ માટે નહિ પરંતુ બંગાળના વાસ્તવિક રહેવાસીઓના હક માટે લડી રહ્યા છે, જેમને આ SIR પ્રક્રિયાના બહાને મતદાર યાદીમાંથી બહાર રાખવાની આશંકા સેવાઈ રહી છે. સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી દેશના દિગ્ગજ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સિબ્બલની દલીલોની નોંધ લેતા કહ્યું કે, રાજ્ય સરકારે તેની પ્રક્રિયાગત મુશ્કેલીઓ અને નાગરિકોને બહાર રાખવાના ભય વિશે સ્પષ્ટ રજૂઆત કરી છે.
SIR મામલે પશ્ચિમ બંગાળ સરકારનું વલણ સ્પષ્ટ
મમતા બેનર્જીએ કોર્ટને સંબોધતા નમ્રતાપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ અહમ ધરાવતા મહત્વપૂર્ણ વ્યક્તિ નથી, પરંતુ એક સામાન્ય નાગરિક અને મુખ્યમંત્રી તરીકે તેઓ ચૂંટણી પંચને અનેક પત્રો લખી ચૂક્યા હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ SIR મામલે પશ્ચિમ બંગાળ સરકારનું વલણ સ્પષ્ટ છે કે, પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. કોર્ટ હવે આ મામલે આગળની તપાસ અને ચૂંટણી પંચના જવાબની રાહ જોઈ રહી છે, જેના પર સમગ્ર દેશની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!