Jharkhand : સુપ્રીમ કોર્ટમાંથી Rahul Gandhi ને મોટી રાહત, માનહાનિ કેસ પર રોક
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Amit Shah સાથે જોડાયેલા મામલામાં Rahul Gandhi ને રાહત

Amit Shah સાથે જોડાયેલા મામલામાં Rahul Gandhi ને રાહત
Jharkhand : રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી (Rahul Gandhi) પર અમિત શાહ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો.
ઝારખંડમાં કેસ ચાલી રહ્યો હતો...
તમને જણાવી દઈએ કેમ ઝારખંડમાં ચાલી રહેલા માનહાનિ કેસને રદ્દ કરવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રાંચીની નીચલી કોર્ટમાં ચાલી રહેલા માનહાનિ કેસ પર રોક લગાવી દીધી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)ની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદી નવીન ઝાને નોટિસ ફટકારી છે.
રાહુલ ગાંધીના વકીલોએ શું કહ્યું?
રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો તમે અસરગ્રસ્ત પક્ષ નથી, તો તમે કેસ દાખલ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ઘણા નિર્ણયોમાં આ વાત કહી છે. તમને જણાવી દઈએ કે, 2019 માં રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તત્કાલિન BJP અધ્યક્ષ અમિત શાહ વિશે નિવેદન આપ્યું હતું, જેના કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસને રોકવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી.
શું છે સમગ્ર મામલો...
હકીકતમાં, 2019 ની લોકસભા ચૂંટણી પહેલા ચાઈબાસામાં તેમના એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi)એ અમિત શાહ માટે 'કિલર' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે રરાહુલ ગાંધી (Rahul Gandhi)ની અપીલ પર ઝારખંડ સરકાર અને BJP નેતાને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધીએ ઝારખંડ હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી જેમાં નીચલી કોર્ટમાં તેમની સામેની કાર્યવાહી રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ