PM મોદી LNJP હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોને મળ્યા
વ્હાઇટ કોલર નેટવર્કે 26 જાન્યુઆરી અને દિવાળી પર દિલ્હી-NCRમાં ધમાકા કરવા માટે યોજના બનાવી

તબાહીનું હતું ષડયંત્ર

તબાહીનું હતું ષડયંત્ર
ફરીદાબાદમાંથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત થયા બાદ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા આતંકીઓ દ્વારા જ દિલ્હીમાં લાલ કિલ્લાની બહાર i20 કારમાં ધમાકો કરવામાં આવ્યો હતો. આ ભયાનક ષડયંત્રની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ તપાસ એજન્સીઓ સામે ચોંકાવનારી માહિતી આવી રહી છે.
દિલ્હી-NCRમાં ભારે તબાહી મચાવવાની યોજના
તપાસમાં બહાર આવ્યું છે કે, જૈશ આતંકવાદીઓ એ દિલ્હી-NCRના મુખ્ય શહેરોમાં ભારે તબાહી મચાવવાની યોજના બનાવી હતી. તેમની મુખ્ય સાજિશ 26 જાન્યુઆરી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન લાલ કિલ્લો અને મુખ્ય બજારોમાં સીરિયલ ધમાકા કરવાની હતી. જોકે, છેલ્લી ઘડીએ તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે તેમણે પોતાનો ટાર્ગેટ રદ કર્યો હતો.
કાર બ્લાસ્ટમાં 12 લોકોના મોત
આ મોડ્યુલ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતું, ત્યારે જમ્મુ-કશ્મીર પોલીસને તેમની યોજનાની ભનક લાગી જતાં ધરપકડનો દોર શરૂ થયો. પરિણામે, હતાશ થઈને મુખ્ય આરોપી પુલવામાના ડૉ. ઉમર નબી એ સોમવારે સાંજે લાલ કિલ્લાની બહાર આત્મઘાતી હુમલો કરી દીધો. લાલ કિલ્લા બહાર થયેલા કાર બ્લાસ્ટમાં 12 લોકોના કરૂણ મોત થયા અને 29 લોકો ઘાયલ થયા છે.
ડૉ. મુઝમ્મિલ સાથે મળીને લાલ કિલ્લાની રેકી કરી
NIA અને દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ આતંકી મોડ્યુલ એ 200 IED દ્વારા 26/11 જેવા મોટા હુમલાની યોજના બનાવી હતી. તેમના નિશાન પર લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, કોન્સ્ટિટ્યુશન ક્લબ, ગૌરી શંકર મંદિર, રેલવે સ્ટેશન અને મોટા મોલ સહિત દિલ્હી, ગુરુગ્રામ અને ફરીદાબાદના મુખ્ય સ્થળો હતા. આતંકી ડૉ. ઉમર નબી એ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં તેના સાથી ડૉ. મુઝમ્મિલ સાથે મળીને લાલ કિલ્લાની રેકી કરી હતી.
મેટ્રો-રેલવેની સુરક્ષા વધારી દીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાન પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ LNJP હોસ્પિટલ પહોંચીને ઘાયલોને મળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. PMO દ્વારા ટ્વીટ કરીને આતંકવાદ સામે ભારતની અડગતા વ્યક્ત કરાઈ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાઈ-લેવલ મીટિંગ બોલાવીને NIAને તપાસનો સંપૂર્ણ કંટ્રોલ સોંપ્યો છે. ડૉ. ઉમરની માતાના DNA સેમ્પલ લઈને મૃતદેહના અવશેષો સાથે મેચિંગની કાર્યવાહી ચાલી રહી છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે, "આતંક સામે ઝીરો ટોલરન્સ છે અને દોષિતોને છોડવામાં નહીં આવે." આ આતંકી ષડયંત્ર પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને મેટ્રો-રેલવેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ