જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદના મૂળ પર સીધો વાર કર્યો છે! શુક્રવારે વહેલી સવારે શરૂ થયેલા એક ધમાકેદાર ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાનો ખતરનાક કમાન્ડર અલ્તાફ લલ્લી ઠાર મરાયો છે. પહલગામ હુમલાના ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ ગણાતો આ આતંકી સેનાના નિશાના પર હતો. આ ઓપરેશનમાં બે બહાદુર જવાન ઘાયલ થયા છે, પરંતુ સેનાનું શૌર્ય અડગ રહ્યું!
પહલગામ હુમલાનો બદલો, આતંકીઓના ઘર ઉડાવ્યા!
22 એપ્રિલે પહલગામમાં થયેલા ઘાતકી હુમલા બાદ ભારતીય સેનાએ આતંકીઓને નેસ્તનાબૂદ કરવાની શપથ લીધી હતી. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, આ હુમલામાં લશ્કરના આતંકીઓએ પાકિસ્તાની આતંકવાદીઓને સીધી મદદ પૂરી પાડી હતી. સેનાએ તત્કાળ સર્ચ ઓપરેશન શરૂ કરી અને બાંદીપોરામાં લશ્કરના આતંકીઓ પર આકરો પ્રહાર કર્યો. આ ઓપરેશનમાં અલ્તાફ લલ્લીનો ખાતમો થયો, જ્યારે સ્થાનિક આતંકીઓના ઘરો પર પણ બુલડોઝર ફરી વળ્યું!
આતંકીના ઘર પર બોમ્બ અને બુલડોઝર
પહલગામ હુમલાના મુખ્ય સૂત્રધાર આદિલ હુસૈન થોકરનું ઘર સુરક્ષાદળોએ બોમ્બથી ઉડાવી દીધું. આદિલ, જે ગુરી તરીકે ઓળખાય છે, તેણે બૈસરન ખીણમાં હુમલાનું ષડયંત્ર રચી પાકિસ્તાની આતંકીઓને સહાય કરી હતી. આ ઉપરાંત, હુમલામાં સંડોવાયેલા અન્ય આતંકી આસિફ શેખના ત્રાલ સ્થિત ઘરને જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુલડોઝરથી ધ્વસ્ત કરી દીધું. આ કાર્યવાહીએ આતંકીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત આતંકવાદ સામે કોઈ સમજૂતી નહીં કરે!
આ ઓપરેશન દરમિયાન સેનાના બે વરિષ્ઠ જવાન, જે પર્સનલ સિક્યુરિટી ટીમના અધિકારીઓ છે, ગંભીર રીતે ઘાયલ થયા. આમ છતાં, સેનાનો હોસલો અકબંધ છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બાંદીપોરા ઓપરેશનની વિગતો જાહેર કરી અને સેનાની આગળની રણનીતિનો ઉલ્લેખ કર્યો.
આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદીઓ અને તેમના સમર્થકોને કડક ચેતવણી આપી છે. બાંદીપોરાની આ કાર્યવાહી માત્ર એક ઓપરેશન નથી, પરંતુ આતંકવાદના નેટવર્કને ખતમ કરવાની ભારતની અડગ ઇચ્છાશક્તિનો પુરાવો છે. સેના આગળ પણ આવા ઓપરેશન ચાલુ રાખશે અને દેશની સુરક્ષા માટે કોઈ કસર બાકી નહીં રાખે!