દશેરાએ યુપીના 4 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, હાઈએલર્ટ
બરેલી મંડળમાં જુમ્મા અને દશેરા પર્વ પર કડક સુરક્ષા; 48 કલાક ઇન્ટરનેટ સ્થગિત

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ

UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ
ઉત્તર પ્રદેશના બરેલી મંડળના ચાર જિલ્લામાં દશેરાના ઉત્સવ અને જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તાજેતરમાં બરેલીમાં થયેલી હિંસક અથડામણની ઘટનાને પગલે, તંત્રએ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે બરેલી, શાહજહાંપુર, પીલીભીત અને બદાયૂ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પીએસી (PAC) અને આરએએફ (RAF)ના જવાનોને તૈનાત કરાયા છે, અને ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા 48 કલાક ઇન્ટરનેટ બંધબરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ સચિવ ગૌરવ દયાલના આદેશ મુજબ, ગુરુવાર (2 ઑક્ટોબર) બપોરે 3 વાગ્યાથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રતિબંધ શનિવાર બપોર સુધી એટલે કે 48 કલાક માટે ચાલુ રહેશે.
ગૃહ સચિવે આદેશમાં જણાવ્યું છે કે, SMS, વૉટ્સઍપની સાથે ફેસબુક અને યૂટ્યુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ થઈ શકે છે. ઇન્ટરનેટના દુરુપયોગને રોકવા માટે મેસેજિંગ, ઇન્ટરનેટ અને બ્રૉડબેન્ડ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેથી જાન-માલને નુકસાન થવાની સ્થિતિ ટાળી શકાય.
હિંસક અથડામણ બાદ તંત્ર એલર્ટડિવિઝનલ કમિશ્નર ભૂપેન્દ્ર એસ. ચૌધરીએ જણાવ્યું કે, ગત 26 સપ્ટેમ્બરના રોજ બરેલીમાં પોલીસ અને ટોળા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના પગલે આ હાઈએલર્ટ સંબંધિત પગલાં લેવાયા છે. ગત શુક્રવારે જુમ્માની નમાઝ બાદ એક મસ્જિદની બહાર 2000થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો અને લાઠીચાર્જ થયો હતો, જેમાં પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.
આ હિંસા મૌલાના તૌકીર રઝા ખાં દ્વારા 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટર વિવાદને લઈને જાહેર કરાયેલું વિરોધ પ્રદર્શન રદ કરાયા બાદ શરૂ થઈ હતી.
પોલીસ અધિકારીઓને રામલીલા, દુર્ગા પૂજા મેળા અને રાવણ દહન કાર્યક્રમો જેવા ભીડભાડવાળા કાર્યક્રમો દરમિયાન વિશેષ એલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે. ચૌધરીએ અધિકારીઓને અસામાજિક તત્ત્વોને યોગ્ય જવાબ આપવાના અને કર્તવ્યમાં બેદરકારી રાખનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વિજયાદશમી અને તેનાથી જોડાયેલા તહેવારોનું શાંતિપૂર્ણ આયોજન કરવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...