વિશ્વ યોગ દિવસ 2025નું વિભિન્ન સ્થળોએ આયોજન, PMથી લઈને CM સહિત સમગ્ર દેશ બન્યો યોગમય
વિશ્વભરમાં 11મા યોગ દિવસે વડાપ્રધાન મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા અને યુએનમાં ભારતના યોગ પ્રસ્તાવનું ગૌરવ યાદ અપાવ્યુ.

દેશભરમાં યોગ દિવસની ઉજવણી

દેશભરમાં યોગ દિવસની ઉજવણી
તારીખ 21 જૂન, 2025ના રોજ વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ વર્ષે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કર્યું અને વિશ્વ સમક્ષ યોગના વૈશ્વિક મહત્વ પર ભાર મૂક્યો.
વિશાખાપટ્ટનમથી PMએ દેશને કર્યું સંબોધન
PM મોદીએ યાદ અપાવ્યું કે, 2014માં ભારતે યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો અને 175 દેશોએ તેમાં સમર્થન આપ્યું. “આ ફક્ત પ્રસ્તાવ ન હતો, પરંતુ માનવતાના હિત માટે વિશ્વનો સહયોગ હતો,” એમ તેમણે જણાવ્યું.
તેમણે ઉલ્લેખ કર્યો કે, યોગ આજે દુનિયાભરના કરોડો લોકોના જીવનશૈલીનો ભાગ બની ચૂક્યો છે. PM મોદીએ ગૌરવ સાથે જણાવ્યું કે, દિવ્યાંગો યોગ શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.
આ વર્ષની થીમ
આ વર્ષના યોગ દિવસની થીમ “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” છે, જે દર્શાવે છે કે માનવ સ્વાસ્થ્ય પૃથ્વીના સ્વાસ્થ્ય સાથે ગૂંથાયેલું છે. યોગ માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધો સમજાવે છે.
શહેરોમાં વિશાળ ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી
ગુજરાતના અનેક શહેરોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યો અને મકરબામાં 40 લાખ વૃક્ષોનું રોપણ કર્યું હતું. વડોદરામાં સી. આર. પાટીલ અને સુરતમાં વનમંત્રી મુકેશ પટેલે યોગ કરીને યોગના પર્યાવરણીય અને સ્વાસ્થ્યલક્ષી લાભો વિશે અવગત કર્યા.
વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યો
મહેસાણના વડનગરમાં 11મા ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરાઈ છે, વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને 2 મિનિટમાં ભુજંગાસનનો વલ્ડ રેકોર્ડ નોંધાયો છે. શર્મિષ્ઠા તળાવ ખાતે 3 હજારથી વધુ લોકોએ યોગ કર્યા હતા. સુરતમાં 4.5 લાખથી વધુ લોકોએ 3200થી વધુ સ્થળોએ યોગ કર્યા અને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત” થિમ હેઠળ યોગના લાભો અંગે જાગૃતિ ફેલાવી.
રાજ્યવ્યાપી આયોજન
ગુજરાતમાં 17 મહાનગરપાલિકા-નગરપાલિકા - 18,226 ગ્રામ પંચાયતો - 251 તાલુકા પંચાયતો –શાળા-કોલેજો - 6500 વેલનેસ સેન્ટર્સ – 33 જિલ્લાઓના પોલીસ હેડક્વાટર્સ - પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને 100 જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાયા છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય છે.
શાળાઓ અને યુનિવર્સિટીઓનો પણ ઉત્સાહ
60,100 જેટલાં શૈક્ષણિક સંસ્થાઓ (પ્રાથમિક, માધ્યમિક, કોલેજો અને યુનિવર્સિટીઓ)માંથી આશરે 5.73 લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકો યોગ માટે જોડાયા. 15 થી 20 જૂન દરમિયાન યોગ દિવસના કાઉન્ટડાઉન રૂપે રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્ય નમસ્કાર, યોગ રેલી અને આસન દર્શન કાર્યક્રમો યોજાયા હતા.
સાંસદ રામ મકરીયાએ રાજકોટમાં યોગ કર્યું
રાજકોટના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે રામ મોકરીયાએ યોગ અભ્યાસ કર્યો અને PM મોદીની વૈશ્વિક યોગ પહેલના પરિણામોને ઉજાગર કર્યા. આ સમગ્ર યોગ કાર્યક્રમોએ દર્શાવ્યું કે, યોગ હવે ફક્ત કસરત નહિ, પરંતુ માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.