રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રસપ્રદ દલીલો
માણસનો ડર પારખીને કૂતરા કરડે છે: સુપ્રીમ કોર્ટમાં શ્વાન અને સુરક્ષા મુદ્દે મેરેથોન સુનાવણી

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ
ભારતમાં રખડતા કૂતરાઓની સમસ્યા અને નાગરિકોની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે લાંબી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અઢી કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં જજ અને વકીલો વચ્ચે કૂતરાઓના સ્વભાવ અને કાયદાકીય મર્યાદાઓ અંગે ઘણી મહત્વની વાતો સામે આવી હતી.
ડર અને શ્વાનનો સ્વભાવ :
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે એક સૂચક અવલોકન કર્યું હતું કે શ્વાન ઘણીવાર માણસની અંદર રહેલા ડરને પારખી જતા હોય છે અને તેના કારણે હુમલાની ઘટનાઓ બને છે. જ્યારે વકીલોએ આ બાબતે અસંમતિ દર્શાવી ત્યારે જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે આ તેમનો વ્યક્તિગત અનુભવ છે.
શેલ્ટર હોમની અછત :
દેશમાં રખડતા કૂતરાઓ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દલીલોમાં જણાવાયું હતું કે સમગ્ર દેશમાં સરકારી શેલ્ટર હોમની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેની ક્ષમતા પણ મર્યાદિત છે. કૂતરાઓને શેલ્ટર હોમમાં ખસેડવા માટે પૂરતા સાધનો અને સુવિધા ન હોવાનું પણ ધ્યાને દોરવામાં આવ્યું હતું.
વિચિત્ર દલીલ પર કોર્ટની રમૂજ :
એનિમલ વેલ્ફેર તરફથી એવી દલીલ કરવામાં આવી કે જો કૂતરાઓને રસ્તા પરથી હટાવવામાં આવશે તો ઉંદરોની સંખ્યા વધી જશે. આ વાત પર કોર્ટે હળવા અંદાજમાં વળતો સવાલ કર્યો હતો કે શું ઉંદરોને રોકવા માટે બિલાડીઓ લાવવાની જરૂર પડશે? જસ્ટિસ મહેતાએ શ્વાન અને બિલાડીના સંબંધોનો ઉલ્લેખ કરીને વાતાવરણમાં થોડી હળવાશ ફેલાવી હતી.
મુખ્ય પ્રશ્નો અને વ્યવસ્થા :
કોર્ટમાં એવી પણ ચર્ચા થઈ કે પાળતુ કૂતરાઓની જવાબદારી માલિકની હોય છે, પરંતુ રખડતા કૂતરાઓ માટે જવાબદાર કોણ? રહેણાંક વિસ્તારોમાં સામાન્ય નાગરિકો સુરક્ષિત રીતે ચાલી શકે તેવા કાયદાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ દિલ્હી જેવા શહેરોમાં શ્વાનની ચોક્કસ ગણતરી અને પૂરતી વ્યવસ્થાના અભાવ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. કોર્ટે અંતમાં સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ નિયમોનું પાલન કરાવવાનો છે જેથી શ્વાન અને માણસ બંને માટે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ