સીએમ યોગીની માતાનું અપમાન: મૌલાના સામે 83 FIR
યુપીમાં ભારે રોષ: કરણી સેનાના વિરોધ પ્રદર્શન વચ્ચે મૌલાના અબ્દુલ્લા સલીમની ધરપકડની તલવાર

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરનાર મૌલાના અબ્દુલ્લા સલીમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે રાજ્યભરનો હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો છે અને મૌલાનાની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યો છે. યુપીના ખૂણે-ખૂણે મૌલાના વિરુદ્ધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 83 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
કરણી સેના અને હિન્દુ સંગઠનોનો મોરચો :
મૌલાના અબ્દુલ્લા સલીમના વિરોધમાં રાજપૂત કરણી સેના સહિતના અનેક સંગઠનો સક્રિય થયા છે. રાજધાની લખનૌમાં હઝરતગંજ ચોકડી પર કરણી સેના દ્વારા મૌલાનાના પુતળા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં મૌલાના વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટરો પણ લાગ્યા છે. મંગળવાર સાંજથી જ લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. લોકોનો ગુસ્સો જોતા યુપી પોલીસ ગમે ત્યારે મૌલાનાની અટકાયત કરે તેવી પ્રબળ શક્યતા છે.
શું હતો સમગ્ર વિવાદ ?
મૂળ બિહારના અરરિયા જિલ્લાના મૌલાના અબ્દુલ્લા સલીમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડિયોમાં તેઓ ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા વિરુદ્ધના કાયદાની ટીકા કરી રહ્યા હતા. ચર્ચા દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા માટે અત્યંત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ વિડિયો સામે આવતા જ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
ધરપકડના ડરથી મૌલાનાની સ્પષ્ટતા :
ચારેબાજુથી ઘેરાયેલા મૌલાના અબ્દુલ્લા સલીમે હવે પોતાની ધરપકડ ટાળવા માટે સોશિયલ મીડિયા પર એક સ્પષ્ટતા કરતો વિડિયો જાહેર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે વાયરલ થઈ રહેલો વિડિયો લગભગ અઢી વર્ષ જૂનો છે અને તેને અધૂરો રજૂ કરવામાં આવ્યો છે. મૌલાનાએ વધુમાં જણાવ્યું કે તેઓ વેદો અને ગીતાનો પણ અભ્યાસ કરે છે અને કોઈની માન્યતાને ઠેસ પહોંચાડવાનો તેમનો ઈરાદો નહોતો. તેમણે ઉર્દૂ શબ્દોના અર્થઘટનને લઈને પણ પોતાની દલીલો રજૂ કરી છે.
જોકે, પ્રદર્શનકારીઓ મૌલાનાની આ સ્પષ્ટતાને સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે માતા વિશેની આવી ટિપ્પણી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. હાલમાં યુપી પોલીસ ટેકનિકલ તપાસ કરી રહી છે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ