Railway ની સ્વચ્છતા ઝુંબેશ, પૂર્વ રેલવે દ્વારા ગંદકી ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી, લાખોનો દંડ વસૂલાયો
પૂર્વ રેલવેએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી...

થૂંકશો તો ભરાશો, રેલવે પરિસરમાં ગંદકી હવે નહીં ચાલે...

થૂંકશો તો ભરાશો, રેલવે પરિસરમાં ગંદકી હવે નહીં ચાલે...
ભારતીય રેલવે (Railway) દ્વારા સ્વચ્છતા જાળવવા અને મુસાફરોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સક્રિયપણે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, પૂર્વ રેલવે (Railway) દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે મોટા પાયે દંડની વસૂલાત કરવામાં આવી છે.
મોટા પાયે દંડની વસૂલાત...
પૂર્વ રેલવે (Railway)ના આ આક્રમક અભિયાન હેઠળ, કુલ 31,176 વ્યક્તિઓને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ ₹32,31,740 (બત્રીસ લાખ એકત્રીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા) નો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રેલવે (Railway) તંત્ર સ્વચ્છતા ભંગ સામે કેટલી ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે.
દંડ અને સજાની કડક જોગવાઈઓ...
ભારતીય રેલ્વે અધિનિયમ, 1989 ની કલમ 140 હેઠળ, ગંદકી ફેલાવનારાઓ માટે ₹100/- નો દંડ વસૂલવાની જોગવાઈ છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં, આ પ્રકારનો ગુનો સજાપાત્ર પણ બની શકે છે, એટલે કે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.
ગંદકીના સામાન્ય સ્થળો...
રેલવે (Railway) દ્વારા ખાસ કરીને એવા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં સામાન્ય રીતે લોકો ગંદકી કરતા હોય છે. આમાં જાહેર માર્ગો, બસ સ્ટેશનો, રેલવે (Railway) સ્ટેશનો, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ (FOBs) અને ટ્રેનની અંદર થૂંકવું કે કચરો ફેંકવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે (Railway) પરિસરમાં સ્વચ્છતા જાળવવી અને મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુખદ પ્રવાસનો અનુભવ પૂરો પાડતી વખતે તેમને થતી હાલાકી અટકાવવાનો છે. રેલવે (Railway) દ્વારા આશા રાખવામાં આવે છે કે આવી કડક કાર્યવાહીથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવશે અને તેઓ નિયમોનું પાલન કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.