ઇન્ડિયન આઈડલ વિજેતા પ્રશાંત તમાંગનું નિધન
ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું 45 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન, કલા જગતમાં શોકની લહેર

પ્રશાંત તમાંગ

પ્રશાંત તમાંગ
સંગીત અને અભિનય ક્ષેત્રે નામના મેળવનાર પ્રશાંત તમાંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઈન્ડિયન આઈડલ સીઝન 3 ના વિજેતા અને જાણીતા સિંગર-એક્ટર પ્રશાંત તમાંગનું દિલ્હી ખાતે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. આ દુખદ સમાચારની પુષ્ટિ ફિલ્મ નિર્માતા રાજેશ ઘટાની દ્વારા કરવામાં આવી છે.
અચાનક હાર્ટ એટેક બન્યો જીવલેણ :
પ્રાપ્ત અહેવાલો મુજબ, 45 વર્ષીય પ્રશાંત તમાંગ તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં એક કાર્યક્રમ પૂર્ણ કરીને દિલ્હી સ્થિત પોતાના ઘરે પરત ફર્યા હતા. આજે સવારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આઘાતજનક વાત એ છે કે તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર બીમારી નહોતી. તેઓ પોતાના પરિવારમાં પત્ની અને પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે.
ઇન્ડિયન આઈડલથી પાતાલ લોક 2 સુધીની સફર :
પ્રશાંત તમાંગે વર્ષ 2007માં ઇન્ડિયન આઇડલ 3 જીતીને દેશભરમાં ખ્યાતિ મેળવી હતી. સિંગિંગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે અભિનય ક્ષેત્રે પણ ડંકો વગાડ્યો હતો. તેમણે નેપાળી ફિલ્મ 'ગોરખા પલટન' થી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ અનેક હિટ ફિલ્મો આપી હતી. તાજેતરમાં વેબ સીરિઝ 'પાતાલ લોક 2' માં તેમના વિલન તરીકેના પાત્રની ઘણી પ્રશંસા થઈ હતી.
સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળશે છેલ્લી વાર :
ચર્ચાઓ છે કે પ્રશાંત તમાંગ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ આ તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ શકે છે. પ્લેબેક સિંગિંગ અને લાઈવ પર્ફોર્મન્સ દ્વારા લાખો લોકોના દિલ જીતનાર કલાકારના અચાનક વિદાયથી તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.