ટ્રમ્પની ટેરિફ ધમકી પર ભારતનો કડક જવાબ
ઉર્જા નીતિ, ટ્રેડ ડીલ, બાંગ્લાદેશના લઘુમતી મુદ્દે અને ચીનના નિર્માણ પર ભારતનું સ્પષ્ટ વલણ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી તેલ ખરીદી મુદ્દે ભારત પર વારંવાર દબાણ અને 500 ટકા ટેરિફની સંભાવિત ધમકી સામે ભારતે સ્પષ્ટ અને કડક જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની ઉર્જા નીતિ કોઈ પણ બાહ્ય દબાણ હેઠળ બદલાશે નહીં અને 140 કરોડ નાગરિકોના હિતમાં સસ્તા અને વિશ્વસનીય ઈંધણના સ્ત્રોતો શોધવાનું ચાલુ રહેશે.
અમેરિકામાં રજૂ થનારા પ્રસ્તાવિત બિલ, જેમાં રશિયાથી તેલ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લગાવવાની જોગવાઈ છે, તેના પર ભારત સતત નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વૈશ્વિક બજારની પરિસ્થિતિ અને પોતાની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર રીતે નિર્ણય લે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. બંને દેશો માટે લાભદાયી અને સંતુલિત કરાર કરવા ભારત તૈયાર હોવાનું ફરી એકવાર સ્પષ્ટ કરાયું છે. વિદેશ મંત્રાલયે એ પણ જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ વચ્ચે આઠ વખત ટેલિફોનિક વાતચીત થઈ ચૂકી છે, જે દ્વિપક્ષીય સંબંધોની ગંભીરતા દર્શાવે છે.
આ ઉપરાંત, ભારતે બાંગ્લાદેશને પણ લઘુમતીઓ પર થતા હુમલાઓ મુદ્દે કડક સંદેશ આપ્યો છે. બાંગ્લાદેશ સરકારને આવા બનાવો અટકાવવા અને જવાબદાર તંત્રની કાર્યવાહી કરવાની જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી છે.
ચીન અંગે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના શકસગામ ખીણ વિસ્તારમાં ચાલી રહેલા નિર્માણકાર્ય પર વાંધો નોંધાવ્યો છે. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન અંગ છે અને ગેરકાયદે કરારો કે વિદેશી હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.
વિદેશ મંત્રાલયે ઇરાન, ગ્રીનલેન્ડ અને સોમાલિયા સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ભારત સતર્ક નજર રાખી રહ્યું હોવાનું જણાવ્યું છે અને સોમાલિયાના સાર્વભૌમત્વના સમર્થનમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ