ચંડીગઢ એલર્ટ: હુમલાની શક્યતાએ સાયરન ગુંજ્યા, સૌને ઘરમાં સુરક્ષિત રહેવા સૂચના
પહલગામ હુમલાનો બદલો: ભારતના ઓપરેશન સિંદૂર બાદ સરહદ પર તણાવ, પંજાબમાં એલર્ટ

ચંડીગઢ એલર્ટ

ચંડીગઢ એલર્ટ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓને સખત પાઠ ભણાવ્યો છે. જો કે, ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદો પર હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનો ભારતીય સેના મક્કમતાથી જવાબ આપી રહી છે. આ તણાવપૂર્ણ સ્થિતિને પગલે સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબના એરફોર્સ સ્ટેશન તરફથી સંભવિત ડ્રોન હુમલાની ચેતવણી મળ્યા બાદ ચંડીગઢમાં એલર્ટ સાયરન વગાડવામાં આવી રહ્યા છે. શહેરના તમામ લોકોને તાત્કાલિક ઘરની અંદર રહેવા અને બાલ્કનીઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, પાડોશી શહેર મોહાલીમાં પણ લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એરફોર્સની ચેતવણી બાદ સાયરન ગુંજ્યા હતા. મહત્વની વાત એ છે કે ગઈ રાત્રે પાકિસ્તાનના હુમલા દરમિયાન ચંડીગઢમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
તણાવને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો અને તમામ પરીક્ષાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 9 અને 10 મેના રોજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.