India Justice Report 2025 : કાયદો અને વ્યવસ્થામાં કયા રાજ્યએ મારી બાજી?
જાણો India Justice Report 2025 માં ગુજરાતને કયા નંબરમાં સ્થાન મળ્યું...

પોલીસિંગ અને ન્યાય વિતરણના મામલે દક્ષિણ ભારતના રાજ્યો સૌથી સર્વોત્તમ...

પોલીસિંગ અને ન્યાય વિતરણના મામલે દક્ષિણ ભારતના રાજ્યો સૌથી સર્વોત્તમ...
આ વર્ષનો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (India Justice Report 2025) જાહેર કરવામાં આવ્યો છે, જે દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત ઔપચારિક ન્યાય પ્રણાલીની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે સરકાર પોતાના આંકડાઓનો ઉપયોગ કરીને એક ચોક્કસ પરિમાણાત્મક સૂચકાંક બનાવે છે. આ રિપોર્ટમાં દેશના રાજ્યોને પોલીસિંગ અને ન્યાય વિતરણના ક્ષેત્રમાં રેન્ક આપવામાં આવે છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (India Justice Report 2025)નો આ ચોથો તબક્કો તાજેતરમાં જારી કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ કયા રાજ્યને કેટલો સ્કોર મળ્યો છે અને કયું રાજ્ય કયા સ્થાન પર છે.
આ રિપોર્ટ સતત એ વાત પર પ્રકાશ પાડે છે કે ગુના સામે લડવા અને ન્યાય આપવાની પ્રક્રિયામાં કયા રાજ્યો અગ્રેસર છે અને કયા રાજ્યો પાછળ રહી ગયા છે.
રાજ્ય - સ્કોર (10 માંથી)
કર્ણાટક - 6.78
આંધ્ર પ્રદેશ - 6.32
તેલંગાણા - 6.15
કેરળ - 6.09
તમિલનાડુ - 5.62
છત્તીસગઢ - 5.54
મધ્ય પ્રદેશ - 5.42
ઓડિશા - 5.41
પંજાબ - 5.33
મહારાષ્ટ્ર - 5.12
ગુજરાત - 5.07
હરિયાણા - 5.02
બિહાર - 4.88
રાજસ્થાન - 4.83
ઝારખંડ - 4.78
ઉત્તરાખંડ - 4.41
ઉત્તર પ્રદેશ - 3.92
પશ્ચિમ બંગાળ - 3.63
રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે પોલીસિંગ અને ન્યાય વિતરણના મામલે દક્ષિણ ભારતના રાજ્યો સૌથી સર્વોત્તમ છે. દક્ષિણના પાંચ રાજ્યોએ આ વખતે બાજી મારી છે.
સૌથી ટોચ પર :
ન્યાયતંત્રના મામલે કેરળ સૌથી અવ્વલ છે. પોલીસિંગ, ન્યાય અને જેલ વ્યવસ્થાપનના મામલે કર્ણાટક પ્રથમ સ્થાને છે.
સૌથી નીચે :
પોલીસિંગ અને ન્યાયતંત્રના મામલે પશ્ચિમ બંગાળ સૌથી પછાત છે. પોલીસિંગ, ન્યાય અને જેલ વ્યવસ્થાપનના મામલે પણ પશ્ચિમ બંગાળ સૌથી નીચલા સ્થાને છે.
આ રિપોર્ટ દેશના વિવિધ રાજ્યોની ન્યાય પ્રણાલીની વાસ્તવિક તસવીર રજૂ કરે છે, જેના આધારે જે રાજ્યો ઓછા પ્રદર્શન કરી રહ્યા છે તેઓ પોતાની કાર્યક્ષમતા સુધારવા માટે પ્રેરણા મેળવી શકે છે. આ આંકડાઓ દર્શાવે છે કે કેટલાક રાજ્યો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ન્યાય આપવામાં ખૂબ જ સક્ષમ છે, જ્યારે કેટલાક રાજ્યોને આ દિશામાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો : Justice BR Gavai બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI સંજીવ ખન્નાએ કરી ભલામણ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.