ઈન્કમટેક્સ કાયદો હવે વધુ સરળ: કરદાતાઓને થશે ફાયદો
નાણામંત્રીએ નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ
નાવા ઈન્કમટેક્ષ બિલથી કરદાતાઓને થશે ફાયદો
નાવા ઈન્કમટેક્ષ બિલથી કરદાતાઓને થશે ફાયદો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલ, જે અગાઉ રજૂ કરીને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, તેમાં હવે મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ જૂના અને ગૂંચવણભર્યા આવકવેરા ધારાને સરળ બનાવવાનો અને સામાન્ય કરદાતાઓને રાહત આપવાનો છે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું છે કે, "હવે એવું કહી શકાય કે, ઈન્કમટેક્સ સંપૂર્ણ નવું હશે." આનો અર્થ એ છે કે આ નવા બિલથી કરવેરાની પ્રક્રિયામાં એક મોટો અને સકારાત્મક ફેરફાર આવશે.
1. દંડમાં રાહત: જૂના કાયદામાં આવકવેરાના નિયમોના ભંગ બદલ ખૂબ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. નવા સુધારામાં આ દંડની રકમ ઘણી ઓછી કરવાનો નિર્ણય લેવાયો છે. આનાથી ભૂલથી નિયમભંગ કરનાર કરદાતાઓ પર નાણાકીય બોજ ઓછો થશે.
2. મોડું રિટર્ન ભરનારાઓને પણ રિફંડ: ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા અગાઉના બિલમાં ડ્યુ ડેટ પછી રિટર્ન ભરનાર કરદાતાઓને રિફંડ આપવાની ના પાડવામાં આવી હતી. હવે આ સુધારાને કારણે મોડું રિટર્ન ભરનારાઓને પણ રિફંડ મળી શકશે.

3. ફ્લેટના બાંધકામ પહેલાં ભરેલા હપ્તા પર છૂટ: જો કોઈ વ્યક્તિ ફ્લેટ ખરીદે અને બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં લોન પર હપ્તા ભરવાનું શરૂ કરે, તો તે હપ્તાની રકમ આવકવેરામાં બાદ મળતી નહોતી. નવા બિલમાં આ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે, જેમાં હવે આ રકમ પર પણ વેરામાં છૂટ મળી શકશે. આ સુવિધાનો લાભ જૂની કરવેરા પદ્ધતિ (old tax regime) મુજબ રિટર્ન ફાઈલ કરનાર કરદાતાઓને મળશે.
અન્ય મહત્ત્વના સુધારા
ચેરિટેબલ ટ્રસ્ટ માટે રાહત: અગાઉના બિલમાં ચેરિટેબલ ટ્રસ્ટને મળતા અનામી ડોનેશન (anonymous donation) પર 30% ટેક્સ લેવાનું નક્કી કરાયું હતું. આના કારણે નાના દાતાઓની વિગતો મેળવવાની મુશ્કેલીને કારણે ટ્રસ્ટોને તકલીફ પડતી હતી. નવા સુધારામાં આ જોગવાઈને પણ હળવી કરવામાં આવી છે.
ડિવિડન્ડ પર કરવેરામાં સુધારો: કંપનીઓ વચ્ચે ડિવિડન્ડની વહેંચણી થાય ત્યારે કલમ 80(એમ) હેઠળ મળતા લાભને નવા બિલમાં સમાવવાનું ભૂલાઈ ગયું હતું, જેને હવે ફરીથી ઉમેરવામાં આવ્યું છે. આનાથી કંપનીઓને પણ ફાયદો થશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સ્પષ્ટતા: મ્યુનિસિપાલિટીના વેરાની કપાત પછી અપાતા 30% સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લાભ ભાડાની મિલકતના માલિકોને પણ મળશે.
આ નવા સુધારા બતાવે છે કે સરકાર કરવેરા કાયદાને વધુ પારદર્શક, સરળ અને કરદાતા-મિત્ર બનાવવા માંગે છે. આનાથી કરવેરા ભરવાની પ્રક્રિયા ઓછી જટિલ બનશે અને લોકો માટે વધુ અનુકૂળ રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.