ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી, 14 ની ધરપકડ
બોટમાં ચિકન બિરયાની પીરસતા વિવાદ;અવશેષો નદીમાં ફેંક્યા, હિંદુ સંગઠનોના આક્રોશ

ગંગાની પવિત્રતા અને આસ્થા પર પ્રહાર

ગંગાની પવિત્રતા અને આસ્થા પર પ્રહાર
વારાણસી (કાશી), જે સનાતન ધર્મનું સૌથી પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં ગંગા નદીના પવિત્ર પ્રવાહની વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. સોમવારે સાંજે ગંગા નદીમાં બોટ પર આયોજિત એક ઇફ્તાર પાર્ટીના વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ પાર્ટીમાં રોઝાદારોને ફળ અને મેવા સાથે કથિત રીતે ચિકન બિરયાની પીરસવામાં આવી હતી, જેની જાણ થતા જ હિંદુવાદી સંગઠનો અને ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ૧૪ શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શું હતી સમગ્ર ઘટના?પ્રાપ્ત વિગતો અનુસાર, કાશીમાં એક મુસ્લિમ યુવકે રોઝા ઇફ્તારનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ માટે તેણે અન્ય રોઝાદારોને ગંગા ઘાટ પર આમંત્રિત કર્યા હતા. આયોજકે અગાઉથી જ એક મોટી બોટ બુક કરી રાખી હતી. તમામ લોકો અસ્સી ઘાટ પર એકઠા થયા અને ત્યાંથી બોટમાં સવાર થઈને નમો ઘાટ સુધીની મુસાફરી શરૂ કરી હતી.
બોટ જ્યારે ગંગાના અધવચ્ચે પ્રવાહમાં હતી, ત્યારે રોઝાદારોએ બોટ પર જ નમાઝ પઢી હતી. ત્યારબાદ ખજૂર અને ફળો ખાઈને રોઝા ખોલ્યા હતા. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બીજા એક વીડિયોમાં લોકો મોટા તપેલામાંથી કંઈક કાઢીને ખાતા જોવા મળ્યા હતા. આરોપ છે કે આ તપેલામાં ચિકન બિરયાની હતી.
માંસાહાર અને ગંગામાં હાડકાં ફેંકવાના આક્ષેપભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના મહાનગર અધ્યક્ષ રજત જયસ્વાલે આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, "ગંગા નદી કરોડો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર છે. ગંગાના પવિત્ર જળમાં બોટ પર બેસીને માંસાહાર (ચિકન બિરયાની) કરવો અને તેના એંઠા હાડકાં ગંગા નદીમાં ફેંકવા એ અત્યંત નિંદનીય અને અપરાધિક કૃત્ય છે."
રજત જયસ્વાલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આવી પ્રવૃત્તિઓ દ્વારા જાણી જોઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ ઘટનાને 'જેહાદી માનસિકતા' નું પરિણામ ગણાવી હતી અને માત્ર આયોજકો જ નહીં, પરંતુ જે નાવિકે બોટ ભાડે આપી હતી તેની સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી તેનું લાયસન્સ રદ કરવાની અપીલ કરી હતી.
પોલીસની એક્શન: ૮ કલાકમાં ૧૪ ધરપકડઘટનાની ગંભીરતા અને ધાર્મિક લાગણી દુભાતી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. વીડિયો ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે ગુનો દાખલ કર્યાના માત્ર ૮ કલાકની અંદર જ ૧૪ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે IPC અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ શું હતો.
કાશીના ઘાટ પર સુરક્ષા અને નિયમોકાશીના ઘાટો પર અને ગંગા નદીમાં માંસાહાર અને નશાના સેવન પર કડક પ્રતિબંધ છે. શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે ગંગાની પવિત્રતા જળવાય તે પ્રાથમિકતા હોય છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે કે આટલી મોટી સંખ્યામાં લોકો બોટ પર ભેગા થયા અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઈ ગયા છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું?
હાલમાં વારાણસીમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે, પરંતુ પોલીસ વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ પર છે. હિંદુ સંગઠનોએ ચેતવણી આપી છે કે પવિત્ર કાશીની મર્યાદા ભંગ કરનારા તત્વોને સાંખી લેવામાં આવશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ