નહીં ચુકવો EMI તો લોક થઈ જશે તમારો ફોન!
EMI ચૂક્યા તો તમારો ફોન થઈ જશે લોક, RBI કરી રહી છે આ પ્રસ્તાવ પર વિચાર...

EMI ચૂક્યા તો તમારો ફોન થઈ જશે લોક

EMI ચૂક્યા તો તમારો ફોન થઈ જશે લોક
ભારતમાં સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ EMI પર ખરીદતા લોકોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેમાંથી કેટલાક ગ્રાહકો EMIની ચુકવણીમાં ડિફોલ્ટ કરે છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો કોઈ વ્યક્તિ EMIની સમયસર ચુકવણી ન કરે તો લેન્ડર્સને તેમના સ્માર્ટફોનને રિમોટલી લોક કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ વાત RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ 1 ઓક્ટોબર 2025ના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પછી જણાવી હતી.
ગવર્નર મલ્હોત્રાએ કહ્યું કે, "આ પ્રસ્તાવ પર હાલ વિચારણા ચાલી રહી છે કારણ કે અમારી પાસે લેન્ડર્સ અને કન્ઝ્યૂમર્સ બંને પક્ષોની દલીલો છે. અમારો ઉદ્દેશ્ય કન્ઝ્યૂમર રાઈટ્સ અને ડેટાની ગુપ્તતાની સુરક્ષા કરવાનો છે. કન્ઝ્યૂમર રાઈટ્સ અમારા માટે સર્વોપરી છે, પરંતુ સાથે જ અમે લેન્ડર્સના હિતોનું પણ રક્ષણ કરીશું." તેમણે વધુમાં જણાવ્યું કે આ વ્યવસ્થા દ્વારા જાણીજોઈને EMI સ્કીપ કરતા ડિફોલ્ટર્સને રોકી શકાશે.
RBIના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવે પણ આ અંગે વાત કરી અને કહ્યું કે, "કન્ઝ્યૂમર રાઈટ્સ, તેમની જરૂરિયાતો, ડેટાની સુરક્ષા અને લેન્ડર્સની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. અમે આ સમસ્યા પર ચર્ચા કરી રહ્યા છીએ અને બંને પક્ષોનું મૂલ્યાંકન કરીને યોગ્ય સમયે નિર્ણય લઈશું."
ભારતમાં લગભગ એક તૃતીયાંશ લોકો ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, જેમાં સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે, EMI પર ખરીદે છે. જો કે, તેમાંથી કેટલાક ગ્રાહકો EMI ચૂકવતા નથી અને ડિફોલ્ટર બને છે. ગયા વર્ષે આવા કિસ્સાઓમાં મોબાઈલ ફોન લોક કરવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી હતી, પરંતુ હવે RBI આને ફરીથી વિચારી રહી છે.
એક્સપર્ટ્સનું મતઆ પ્રસ્તાવ પર એક્સપર્ટ્સનું કહેવું છે કે આ મિકેનિઝમને અમલમાં લાવવા માટે ઉધારકર્તાની સ્પષ્ટ સંમતિ હોવી જરૂરી છે. લોનના ડોક્યુમેન્ટ્સ સાઈન કરતી વખતે ડિવાઈસ લોક એપ ઈન્સ્ટોલ કરીને આ શક્ય બની શકે છે. કેટલાક કેસમાં બાકી EMIની ચુકવણી ન થાય ત્યાં સુધી ડિવાઈસને ટેમ્પરરી લોક કરી શકાય છે. એક્સપર્ટ્સ માને છે કે RBI થોડા મહિનામાં પોતાના ફેર પ્રેક્ટિસ કોડને અપડેટ કરી શકે છે. જો કે, હાલના કાયદા અનુસાર મોબાઈલ લોક કરવાની સ્પષ્ટ પરવાનગી નથી.
નાની લોન્સમાં ડિફોલ્ટ વધી રહ્યું છેઘણા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે સ્માર્ટફોન અને અન્ય કન્ઝ્યૂમર આઈટમ્સ માટેની નાની લોન્સમાં ડિફોલ્ટનો દર સતત વધી રહ્યો છે. આ નવી વ્યવસ્થા દ્વારા નાની કન્ઝ્યૂમર લોન્સમાં ડિફોલ્ટને ઘટાડી શકાશે. જો લેન્ડર્સને ફોન લોક કરવાની પરમિશન મળે તો જાણીજોઈને EMI મિસ કરતા વલણને બદલી શકાશે.
આ પ્રસ્તાવને લઈને કન્ઝ્યૂમર પ્રાઈવસી અને એથિકલ મુદ્દાઓ પણ ઉઠી રહ્યા છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ નિર્ણય પહેલા બંને પક્ષોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...