પતિ 11 માસથી ઘરે ન આવ્યો, પત્નીએ જીવન ટૂંકાવ્યું
પતિના વિરહ અને આર્થિક તણાવમાં મહિલાએ આખું ઘર પતાવી દીધું, સાગરમાં ચકચાર

પતિ 11 માસથી ઘરે ન આવ્યો, પત્નીએ જીવન ટૂંકાવ્યું

પતિ 11 માસથી ઘરે ન આવ્યો, પત્નીએ જીવન ટૂંકાવ્યું
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના કેસલીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેમરિયા ગામમાં એક રજળતી હાલતમાં મુકાયેલી માતાએ પોતાની ચાર દીકરીઓને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટના પાછળનું મુખ્ય કારણ મહિલાનો પતિ છેલ્લા 11 મહિનાથી ઘરે ન આવ્યો હોવાથી સર્જાયેલો માનસિક તણાવ હોવાનું બહાર આવ્યું છે.
મૃતક સવિતા તેના સસરા અને નાની બહેન મીના સાથે ખેતર પર બનેલા મકાનમાં રહેતી હતી. બુધવારે રાત્રે સવિતાની બે દીકરીઓ તેની માસી મીના સાથે સૂતી હતી. રાત્રે અઢી વાગ્યાના સુમારે સવિતા ત્યાં પહોંચી અને "હું મારી પાસે સુવડાવું છું" તેમ કહીને બાળકીઓને લઈ ગઈ.
કોઈને અંદાજ પણ નહોતો કે સવિતા તેમને કૂવામાં ફેંકવા જઈ રહી છે. તેણે ચાર દીકરીઓ અંશિકા (7), રક્ષા (5), દીક્ષા (3) અને માત્ર 5 મહિનાની મનીષાને એકપછી એક કૂવામાં ફેંકી દીધી હતી.
દરવાજો બહારથી બંધ કરી મોતની છલાંગ
પોતાની ફૂલ જેવી દીકરીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સવિતાએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, જેથી અંદર સૂતેલા સસરા અને બહેન બહાર ન આવી શકે.
ત્યારબાદ તે કૂવાથી 250 ફૂટ દૂર એક બોરડીના ઝાડ પર ચઢી અને 15 ફૂટની ઊંચાઈએ ફાંસો ખાઈ લીધો હતો. સવારે જ્યારે પાડોશીએ કૂવામાં બાળકીનો મૃતદેહ તરતો જોયો ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
11 મહિનાની રાહ મોતમાં પરિણમી
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સવિતાનો પતિ ચંદ્રભાન ગયા વર્ષે બૈશાખ મહિનામાં ઘાસચારો ભરીને ઘરેથી નીકળ્યો હતો, જે આજદિન સુધી પરત ફર્યો નથી. પરિવારના કોઈ સભ્યના મૃત્યુ વખતે પણ તે આવ્યો નહોતો.
તે કયા શહેરમાં છે તેની કોઈને જાણ નહોતી અને તેનો ફોન પણ સંપર્ક વિહોણો હતો. ચાર દીકરીઓની જવાબદારી અને પતિની ગેરહાજરીએ સવિતાને આ ભયાનક પગલું ભરવા મજબૂર કરી હતી. પોલીસે હાલમાં સવિતાનો મોબાઈલ જપ્ત કર્યો છે અને તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ