LICના $ 3.9 અબજ અદાણી રોકાણ પર કોંગ્રેસના પ્રશ્ન
અદાણીનો દાવો – રોકાણ પારદર્શક, કોંગ્રેસે તપાસની માંગ કરી

LIC અને અદાણી ગ્રૂપ કચેરીઓ, ઇન્સેટ ગૌતમ અદાણી

LIC અને અદાણી ગ્રૂપ કચેરીઓ, ઇન્સેટ ગૌતમ અદાણી
શનિવારે રાજકીય તોફાન ત્યારે મચ્યું જ્યારે વોશિંગટન પોસ્ટના અહેવાલ બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવાની માંગણી કરી.
વોશિંગટન પોસ્ટના જણાવ્યા મુજબ, તેનાં હાથમાં આવેલા નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS), નીતિ આયોગ અને LICનાં આંતરિક દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું હતું કે “ભારતીય અધિકારીઓએ મે મહિનામાં LICના માધ્યમથી અદાણીના બિઝનેસમાં આશરે $3.9 અબજનું રોકાણ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો અને આગળ ધપાવ્યો.”
અહેવાલ મુજબ, નાણાં મંત્રાલયે LICને $3.4 અબજ અદાણીના કોર્પોરેટ બોન્ડ્સમાં અને વધારાના $507 મિલિયન અદાણીના વિવિધ સહાયક સાહસોમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. જોકે દસ્તાવેજોમાં ચેતવણી પણ આપવામાં આવી હતી કે અદાણીના શેર “વિવાદોથી સંવેદનશીલ” હોવાથી ટૂંકાગાળાના ભાવમાં ઊતાર-ચઢાવ શક્ય છે.
પશ્ચિમી મીડિયા અહેવાલોએ પણ સૂચવ્યું કે 2023માં હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો બાદ LICનું અદાણી કંપનીઓમાંનું રોકાણ મૂલ્ય તાત્કાલિક $5.6 અબજ ઘટી ગયું, જોકે 2024માં થોડું પુનઃપ્રાપ્તિ થયું હતું.
આ મુદ્દે અગાઉ પણ સંસદમાં ભારે વિવાદ થયો હતો, જ્યાં વિરોધ પક્ષોએ મોદી સરકાર પર “તેની સૌથી પ્રિય કંપનીને બચાવવા”ના આરોપો મૂક્યા હતા.
પશ્ચિમી અહેવાલોએ યાદ અપાવ્યું કે ગયા વર્ષે અમેરિકામાં ગૌતમ અદાણી અને તેમની ટીમ સામે ભ્રષ્ટાચાર અને ખોટા નિવેદનો દ્વારા અબજો ડોલર ઉઠાવવાના આરોપો સાથે કેસ દાખલ થયો હતો.
આ આરોપો પર અદાણી ગ્રૂપે જવાબ આપ્યો, “અમારો કોઈપણ સરકારી યોજના અથવા LICના ફંડને દિશામાન કરવા સાથે કોઈ સંબંધ નથી. LIC અનેક કોર્પોરેટ જૂથોમાં રોકાણ કરે છે — અદાણી માટે વિશેષ વલણ હોવાનું કહેવું ભ્રમજનક છે. હકીકતમાં LICને અમારા પોર્ટફોલિયોમાંથી નફો થયો છે.”
ગ્રૂપે જણાવ્યું કે તેમનાં બધા વ્યવહારો નિયમો અનુસાર અને પારદર્શક રીતે કરવામાં આવ્યા છે. LICએ પણ કોઇ ગેરરીતિને નકારી કાઢી છે.
પરંતુ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો કે તેણે સરકારી નાણાંકીય સંસ્થાઓ પર ખાનગી કંપનીને બચાવવા દબાણ કર્યું.
કોંગ્રેસના સંચાર પ્રમુખ જૈરામ રમેશએ જણાવ્યું, “નાણાં મંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓએ કયા દબાણ હેઠળ ખાનગી કંપનીને સહાય કરવા નિર્ણય કર્યો?”
તેમણે ઉમેર્યું કે 21 સપ્ટેમ્બર 2024ના રોજ LICને ફક્ત ચાર કલાકના વેપારમાં ₹7,850 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે અમેરિકામાં અદાણી અને તેમની ટીમ સામે કેસ દાખલ થયો હતો. “મોદી સરકાર છેલ્લા એક વર્ષથી અમેરિકાની SEC દ્વારા મોકલાયેલ સમન્સ અદાણી ગ્રૂપને આપવાનું ટાળી રહી છે,” એમ તેમણે આક્ષેપ કર્યો.
કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ વિરોધ પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ આ મુદ્દાને પારદર્શિતા અને જવાબદારીનો કસોટી તરીકે જીવંત રાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...