સોશિયલ મીડિયા પર હનીટ્રેપ: ₹15 લાખના દાગીના સાફ
રોહતકની યુવતીએ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી વેપારીને બેભાન કર્યો, દાગીના અને રોકડ લૂંટી

સોશિયલ મીડિયા પર હનીટ્રેપ

સોશિયલ મીડિયા પર હનીટ્રેપ
હાલના સમયમાં સોશિયલ મીડિયા માત્ર સંપર્કનું સાધન જ નથી રહ્યું, પણ ગુનેગારો માટે શિકાર શોધવાનું હથિયાર પણ બની ગયું છે. 2 મહિલા મિત્રોએ ભેગા મળી ધનિક વેપારી સાથે સંપર્કમાં આવી તે
હરિયાણાના પાણીપતમાં આવી જ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર 'મુસ્કાન ચૌધરી' નામે ફેક આઈડી બનાવીને એક વેપારીને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની પાસેથી લાખોના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી.
શું હતી સમગ્ર ઘટના?
રોહતકના રહેવાસી સોનુ નામના વેપારીની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર મુસ્કાન નામની યુવતી સાથે થઈ હતી. સોનુ સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો, જે જોઈને મુસ્કાન અને તેની સહેલી કનિષ્કાએ તેને લૂંટવાનો પ્લાન બનાવ્યો. ગત 22 ડિસેમ્બર 2025ના રોજ, બંને યુવતીઓએ હરિદ્વાર ફરવા જવાના બહાને સોનુને પોતાની સાથે કારમાં લીધો હતો.
હોટલમાં લૂંટનો ખેલ
રાત્રિના સમયે ધુમ્મસ વધુ હોવાથી તેઓ પાણીપતના સંજય ચોક પાસેની એક હોટલમાં રોકાયા હતા. પૂર્વ આયોજિત કાવતરા મુજબ, કનિષ્કાએ સોનુને વાતોમાં પરોવી રાખ્યો અને મુસ્કાને તેના 'રેડબુલ' ડ્રિંકમાં નશીલી દવા ભેળવી દીધી. પીણું પીધાના થોડી જ વારમાં સોનુ બેભાન થઈ ગયો.
આ તકનો લાભ ઉઠાવી બંને યુવતીઓ સોનુના ગળામાંથી સોનાની ચેઈન, આંગળીઓમાંથી 4 વીંટી અને ખિસ્સામાંથી ₹50,000 રોકડા લઈને રફુચક્કર થઈ ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
CIA-3 ના ઇન્ચાર્જ વિજયે જણાવ્યું કે, મુખ્ય આરોપી મુસ્કાનની ધરપકડ કરી તેને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે. પૂછપરછમાં મુસ્કાને કબૂલાત કરી છે કે તેણે લૂંટના દાગીના ₹15 લાખમાં વેચી દીધા હતા, જેમાંથી ₹6.20 લાખ તેની સહેલી કનિષ્કાને આપ્યા હતા અને બાકીના દાગીના તથા રોકડ પોતાની પાસે રાખ્યા હતા. આ મામલે કનિષ્કાની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસ હવે આ ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને અગાઉ તેમણે કેટલા લોકોને આ રીતે નિશાન બનાવ્યા છે તેની તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ