રીલ્સનો શોખ બન્યો જીવલેણ, 5 બાળકોના મોત
નદી કિનારે વીડિયો બનાવતા 9 યુવકો ડૂબ્યા, 5નાં મોત, 2ની હાલત ગંભીર
રીલ્સ બનાવવી બની જીવ લેણ
રીલ્સ બનાવવી બની જીવ લેણ
બિહારના ગયાજીમાં ગુરુવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં રીલ્સ બનાવવાનો શોખ પાંચ યુવાનો માટે જીવલેણ સાબિત થયો. ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક નદી કિનારે 9 વિદ્યાર્થીઓ વીડિયો બનાવી રહ્યા હતા, ત્યારે અજાણતામાં ઊંડા પાણીમાં જતા રહ્યા. આ ગમખ્વાર ઘટનાએ પાંચ પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે, જ્યારે અન્ય બે યુવકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ઘટનાની વિગત પ્રમાણે, આ યુવકો શાળાએથી પરત ફરી રહ્યા હતા. રસ્તામાં નદી કિનારે તેઓ રીલ્સ બનાવવા માટે રોકાયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ઉતરી ગયા અને પાણીના પ્રવાહમાં તણાઈને ડૂબવા લાગ્યા. તેઓએ બૂમો પાડતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઘણી જહેમત બાદ દરેકને બહાર કાઢવામાં આવ્યા. તેમને તાત્કાલિક બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ બે છોકરાઓને વધુ ગંભીર હાલતને કારણે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, જ્યારે સાત છોકરાઓને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે, તેમાંથી પાંચ યુવકોએ જીવ ગુમાવ્યો, જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલા યુવકોમાં કેટલાક ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા હતા. આ કરુણ સમાચાર મળતા જ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું અને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.
આ મામલે સબડિવિઝનના એસડીએમ કેશવ આનંદે જણાવ્યું કે, મૃત્યુ પામેલા અને ગુમ થયેલા છોકરાઓમાંથી છના નામ તૌસિફ, જાસિફ, સાહિલ, જામ, સુફિયાન અને સાજિદ છે. આ ઘટના કેની ઘાટ નજીક બની હતી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટના યુવાનોને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછાના ગંભીર પરિણામો વિશે ચેતવણી આપે છે અને માતા-પિતા માટે પણ પોતાના બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવા માટે એક કડક પાઠ સમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...