જ્યોતિ કેસમાં હિસાર પોલીસે કર્યો ખુલાસો, 'કોઈ ડાયરી નથી મળી, આતંકી જોડાણના પણ નથી પુરાવા'
યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસને લઈને પરંતુ હિસાર પોલીસના જણાવ્યા મુજબ, અત્યારસુધી કોઈ આતંકી કનેક્શન કે ડાયરી મળેલી નથી.

જ્યોતિ મલ્હોત્રા

જ્યોતિ મલ્હોત્રા
હિસારના ન્યૂ અગ્રસેન કોલોનીમાં રહેતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આરોપ મુજબ, તેણે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ સાથે માહિતીની આપ-લે કરી હોવાનું કહેવાય છે.
હાલમાં હિસાર પોલીસ સ્પષ્ટ રીતે જણાવી રહી છે કે, આ કેસમાં ઘણા દાવા પાયાવિહોણા સાબિત થયા છે. તેની કોઈ પર્સનલ ડાયરી નથી મળી કે, ન તો કોઈ આતંકી કનેક્શન મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, 5 દિવસના રિમાન્ડ દરમિયાન પણ આવા કોઈ સ્પષ્ટ પુરાવા સામે આવ્યા નથી કે, આરોપીનો સીધો સંબંધ કોઈ આતંકવાદી સંગઠન સાથે છે.
પોલીસ અધિકારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જે માત્ર અફવા છે. આવા અહેવાલો પોલીસ તપાસમાં વિક્ષેપ ઊભો કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમ ઊભું કરે છે.
તપાસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીના લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે, જે હાલ ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલ્યા છે. આરોપીની વોટ્સએપ ચેટ, બેંક વિગતો સહિતની માહિતી તપાસ હેઠળ છે, પરંતુ હાલ પૈસાની કોઈ સ્પષ્ટ લેવડ-દેવડ સામે આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, કુરુક્ષેત્રના હરકીરત નામના યુવાનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ સુધી આરોપીની કોઈ પણ PIO (Pakistan Intelligence Officer) સાથે લગ્ન થયા હોવા કે, ધર્મપરિવર્તનના દાવા અંગે કોઈ પુરાવા નથી. જ્યોતિ હિસાર પોલીસની કસ્ટડીમાં છે અને ગુપ્ત એજન્સીઓની પણ પૂછપરછ ચાલુ છે, જોકે હજુ કોઈ અન્ય એજન્સીને કસ્ટડી સોંપવામાં આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.