હિન્દુ સમાજ મજબૂત બનશે ત્યારે જ વિશ્વમાં મળશે માન્યતા : મોહન ભાગવત
વિશ્વભરના હિન્દુઓ માટે ભારતનો હિન્દુ સમાજ મજબૂત બનવો જરૂરી : આરએસએસ

બાંગ્લાદેશની હિંસા પછી મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન: હિન્દુઓ માટે સંગઠન જરૂરી

બાંગ્લાદેશની હિંસા પછી મોહન ભાગવતનું મહત્વપૂર્ણ નિવેદન: હિન્દુઓ માટે સંગઠન જરૂરી
'જો હિન્દુઓ મજબૂત નહીં હોય, તો તેમની ચિંતા કોઈ નહીં કરે' રાષ્ટ્રીય સુરક્ષા પર RSSના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જો ભારતનો હિન્દુ સમાજ મજબૂત બનશે, તો જ વિશ્વભરના હિન્દુઓ મજબૂત થશે.
મોહન ભાગવતે હિન્દુઓની એકતા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતની એકતા એ હિન્દુઓની સુરક્ષાની ગેરંટી છે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને જ્યારે હિન્દુઓ સશક્ત બનશે, ત્યારે જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે. મોહન ભાગવતે સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝર વીકલીને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન આ નિવેદન કર્યુ છે.
RSSના વડા મોહન ભાગવતે પાડોશી દેશોમાં હિન્દુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને માનવાધિકાર સંગઠનોના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હિન્દુ સમાજ મજબૂત નહીં બને ત્યાં સુધી દુનિયામાં કોઈ તેમની ચિંતા કરશે નહીં.
આરએસએસ વડાએ કહ્યું કે અમે વિશ્વ પર સત્તાનું વર્ચસ્વ ઇચ્છતા નથી પરંતુ દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ, સ્વસ્થ અને સશક્ત જીવન જીવી શકે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. આપણી સરહદો પર દુષ્ટ શક્તિઓની ક્રિયાઓને જોતાં, આપણી પાસે મજબૂત બનવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રીય સુરક્ષા ફક્ત સરકારની જવાબદારી નથી પરંતુ તે સમાજની પણ જવાબદારી છે.
મોહન ભાગવતે હિન્દુ સમાજને એક અને મજબૂત બનવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે તમારે પોતાનું રક્ષણ કરવું પડશે અને કોઈના પર નિર્ભર ન રહેવું જોઈએ. સુરક્ષા ફક્ત સરહદો અને સેના સુધી મર્યાદિત ન હોવી જોઈએ પરંતુ તેને સભ્યતા અને માનસિકતા સાથે જોડવી જોઈએ. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે હવે તેઓ ત્યાંથી ભાગવાને બદલે પોતાના અધિકારો માટે લડી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સામે આ વખતે જે પ્રકારનો ગુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે અભૂતપૂર્વ છે. બાંગ્લાદેશના હિન્દુઓ હવે કહે છે કે અમે ભાગીશું નહીં, પણ રહીશું અને અમારા હકો માટે લડીશું. હિન્દુ સમાજની આંતરિક શક્તિ હવે વધી રહી છે. ભાગવતે એમ પણ કહ્યું કે સંઘ હિન્દુઓને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરશે. ભાગવતે કહ્યું છે કે દુનિયામાં જ્યાં પણ હિન્દુઓ છે, અમે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને તેમના માટે બધું જ કરીશું. RSS તેના માટે જ છે.
તેમણે કહ્યું કે હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે જોડાયેલા છે. જો હિન્દુ સમાજ સારો હશે, તો ભારત પણ સારો રહેશે. જે લોકો પોતાને હિન્દુ નથી માનતા, તેમને એક મજબૂત હિન્દુ સમાજ પોતાની સાથે લઈ શકે છે. કારણ કે તેઓ પણ એક સમયે હિન્દુ હતા. જો ભારતનો હિન્દુ સમાજ મજબૂત બનશે, તો વિશ્વભરના હિન્દુઓને શક્તિ મળશે. આ કાર્ય ચાલુ છે, પણ હજુ પૂર્ણ થયું નથી. ધીમે ધીમે બધું સારું થઈ જશે.
મોહન ભાગવતે કહ્યું કે 'હિન્દુ' શબ્દનો અર્થ ખૂબ મોટો છે. સમય પ્રમાણે પરિવર્તનને અવકાશ છે. સંઘના શપથમાં "હું સંઘનો એક ભાગ છું" પણ જણાવાયુ છે. તેનો અર્થ એ છે કે હું સંગઠન બનાવવામાં મદદ કરું છું. કોઈપણ બાબતમાં અલગ અલગ મંતવ્યો રાખવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. જ્યારે બધા કોઈ બાબતમાં સહમત થાય છે, ત્યારે બધા પોતાનો અભિપ્રાય ભૂલી જાય છે અને તે નિર્ણય સ્વીકારે છે. પછી બધા સાથે મળીને કામ કરે છે અને એક જ દિશામાં આગળ વધે છે. આપણે એવી વસ્તુઓ સાચવીએ છીએ જે કાયમ માટે ટકી રહેવાની છે અને સમય સાથે બદલાતી વસ્તુઓ બદલીએ છીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.