ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક
લાલ કિલ્લા પાસે ભયાનક વિસ્ફોટથી દેશભરમાં હાઇ એલર્ટ, ષડયંત્રકારીઓ સામે કડક પગલાંની તૈયારી

મૃત્યુઆંક વધ્યો, NIA તપાસ શરૂ

મૃત્યુઆંક વધ્યો, NIA તપાસ શરૂ
રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટરના અંતરે આવેલા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટથી સમગ્ર દેશ હચમચી ગયો છે. શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા, જોકે હવે મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે. વિસ્ફોટની ભયાનકતા એટલી હતી કે મૃતદેહોના ચીથરાં ઊડી ગયા હોવાથી તેમની ઓળખ કરવી લાંબી પ્રક્રિયા બની ગઈ છે.
આ ગંભીર ઘટના બાદ દિલ્હી સહિત હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં 1000થી વધુ પોલીસ જવાનો દ્વારા તથ્યો એકઠાં કરવા અને પુરાવા શોધવા માટે મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ફરીદાબાદમાં ધૌજ, ફતેહપુર તગા અને અલ ફલાહ મેડિકલ કૉલેજમાં પણ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ પણ સામેલ છે.
Chaired review meetings on the Delhi car blast with the senior officials. Instructed them to hunt down each and every culprit behind this incident. Everyone involved in this act will face the full wrath of our agencies. pic.twitter.com/8UO2PYCvoh
— Amit Shah (@AmitShah) November 11, 2025
તપાસ NIAને સોંપાઈ, એકની ધરપકડ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમિત શાહે સ્પષ્ટ નિર્દેશ આપતાં કહ્યું હતું કે, "અધિકારીઓને આ ઘટનાની પાછળના દરેક ગુનેગારોને શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓની આકરી સજા મળશે, કોઈને છોડવામાં નહીં આવે."
તપાસના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુલવામામાંથી ડો. ઉમરના મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, વિસ્ફોટમાં વપરાયેલી કારમાં હાજર હોવાનું કહેવાતું મોહમ્મદ ઉમર હજુ સુધી પકડાયો નથી, અને તે મૃત્યુ પામ્યો હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, "ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે." પીએમ મોદીએ ખાતરી આપી હતી કે તપાસ એજન્સીઓ "આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ