કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ, પાઇલટ સહિત 5 યાત્રાળુઓના મોત
ઉત્તરાખંડના કેદારનાથ નજીક સવારે 5:20 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં પાઇલટ અને 5 યાત્રાળુઓના મૃત્યુ થયા, જેમાં એક બાળક પણ હતું

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ
આજે સવારે લગભગ 5:20 વાગ્યે ઉત્તરાખંડના કેદારનાથ નજીક ગૌરી કુંડ વિસ્તારમાં એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના બની હતી. હેલિકોપ્ટર ક્રેશમાં પાઇલટ સહિત કુલ 5 લોકોના મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ રાજવીર-પાયલટ, વિક્રમ રાવત, વિનોદ, તૃષ્ટિ સિંહ, રાજકુમાર, શ્રદ્ધા અને રાશિ તરીકે થઈ છે. તેમાંથી 41 વર્ષીય રાજકુમાર સુરેશ જાયસવાલ ગુજરાતનો વતની હતો. હેલિકોપ્ટરમાં કુલ 6 યાત્રાળુઓ સવાર હતા.
આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરી કુંડ તરફ મુસાફરોને લઈ જઈ રહ્યું હતું. હવામાન ખરાબ હોવાથી અકસ્માત થયો હોવાનું પ્રારંભિક અનુમાન છે. દુર્ઘટના ગ્રસ્ત હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતું.
ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) અનુસાર, મુસાફરો ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી હતા. ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ગૌરીકુંડથી રવાના કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "રુદ્રપ્રયાગમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનું દુઃખદ સમાચાર મળ્યા છે. SDRF, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ દળો ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાયેલા છે. હું દરેક યાત્રાળુની સલામતી માટે પ્રાર્થના કરું છું."
ગુતેલાના 8 દિવસ પહેલાં પણ રુદ્રપ્રયાગ વિસ્તારમાં એક હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, જે એ વિસ્તારની દયનીય હવામાન સ્થિતિને સ્પષ્ટ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.