હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા: 885 રસ્તાઓ ઠપ્પ
ભારે વરસાદ અને બરફવર્ષાથી જનજીવન ખોરવાયું; 4 નેશનલ હાઈવે અને 3200 થી વધુ ટ્રાન્સફોર્મર બંધ

હિમાચલ હિમવર્ષા

હિમાચલ હિમવર્ષા
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં થયેલી કુદરતી આફતે સામાન્ય જનજીવનને બાનમાં લીધું છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.
વાહનવ્યવહાર પર માઠી અસર :
ભારે હિમવર્ષાના કારણે રાજ્યના ચાર મુખ્ય નેશનલ હાઇવે સહિત કુલ 885 રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ છે. અટલ ટનલ રોહતાંગ જેવા મહત્વના માર્ગો બરફના થરને કારણે બંધ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે 03, 05, 305 અને 505 પર વાહનોના પૈડાં થંભી ગયા છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો અટવાયા છે. કિન્નૌર, લાહૌલ-સ્પિતિ અને કુલ્લુ જિલ્લાના અનેક ગામોનો સંપર્ક મુખ્ય મથકોથી તૂટી ગયો છે.
વીજળી અને પાણી માટે વલખાં :
બરફવર્ષાએ માત્ર રસ્તાઓ જ નહીં, પણ પાયાની સુવિધાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર:
રાજ્યમાં આશરે 3,237 પાવર ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા છે.
121 પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ છે, જેનાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે.
શિમલા જિલ્લામાં સૌથી વધુ 1,082 ટ્રાન્સફોર્મર બંધ થતાં અનેક વિસ્તારો અંધારપટમાં ગરકાવ થયા છે.
વહીવટીતંત્રની કામગીરી અને ચેતવણી :
હવામાન વિભાગે આગામી સમયમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે, જેને પગલે તાપમાનમાં હજુ પણ મોટો ઘટાડો થઈ શકે છે. લાહૌલ-સ્પિતિમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે કારણ કે ત્યાં 290 જેટલા રસ્તાઓ બ્લોક છે. હિમાચલ સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. જેસીબી મશીનો દ્વારા રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
સરકારે સ્થાનિકો અને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા સૂચના આપી છે. સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.