મુંબઇમાં પાણી જ પાણી, લોકોને જરુર હોય તો જ બહાર નીકળવા અપીલ
મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા

મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા

મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા
મહારાષ્ટ્રમાં ચોમાસાનું વહેલુ આગમન થઇ ગયું છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તથા મુંબઇ શહેરમાં રવિવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારથી પણ મુંબઇના ઘણા વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. આગામી 3 કલાકમાં મુંબઇ શહેર અને સબર્બન એરિયામાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.
મુંબઈમાં મધ્યરાત્રિથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે રેલ ટ્રાફિક પર પણ અસર પડી રહી છે. મધ્ય રેલ્વે, હાર્બર અને પશ્ચિમ રેલ્વેની લોકલ સેવાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે ઓફિસ જતા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર, કલ્યાણ તરફ જતી ધીમી લોકલ ટ્રેનો 5 મિનિટ મોડી ચાલી રહી હતી, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી ઝડપી લોકલ ટ્રેનો સરેરાશ 10 મિનિટ મોડી પડી હતી. ધીમી લોકલ સેવાઓ પણ સામાન્ય કરતા 5 મિનિટ મોડી ચાલી રહી છે.
વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે. પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનોમાં પણ 5 મિનિટ સુધીનો વિલંબ જોવા મળી રહ્યો છે. મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર યથાવત રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટીતંત્રે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.