ઉત્તરાખંડથી ગુજરાત સુધી ભારે વરસાદે મચાવી તબાહીઃ અમિત શાહે કરી સમીક્ષા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને મદદની ખાતરી આપી

ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
ચોમાસાએ દસ્તક દેતાં જ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે આવેલી આફતે તબાહી મચાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે(4 જુલાઈ) ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. અમિત શાહે તમામને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે વાત કરી. જરૂરિયાતમંદ લોકો માટે આ રાજ્યોમાં પૂરતી NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. જરૂર પડ્યે વધુ ટીમો પણ મોકલી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે."
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીત વિશે માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટેલિફોન દ્વારા કેદારનાથ ધામ સહિત રાજ્યના વિવિધ આપત્તિ-સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ વિશે વિગતવાર માહિતી લીધી હતી.
પરિસ્થિતિની ગંભીરતા જોઈ તેમણે ખાતરી આપી કે કેન્દ્ર સરકારની NDRF/ITBP ની કટોકટી રાહત એજન્સીઓને તાત્કાલિક તૈનાત કરવામાં આવી રહી છે. જેથી ચારધામ યાત્રામાં વિક્ષેપ ન પડે અને શ્રદ્ધાળુઓને અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય." તેમણે વધુમાં કહ્યું કે, "આ સાથે, તેમણે રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં સતત સતર્કતા રાખીને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી છે. આ સંવેદનશીલ, સક્રિય અને દયાળુ નેતૃત્વ માટે કેન્દ્રીય ગૃહમંત્રીનો હૃદયપૂર્વક આભાર." તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં જાનમાલનું ઘણું નુકસાન થયું છે અને અચાનક આવેલી આપત્તિ બાદ ઘણા લોકો ગુમ થયા છે.
ઉલ્લેખનીય છે કે, પહેલાં દક્ષિણ ગુજરાત પછી બનાસકાંઠા અને સાબરકાંઠા બાદ હવે કચ્છમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જાનમાલને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...