ગુજરાતી નિલય અંજારિયા બન્યા સુપ્રીમ કોર્ટના જજ
CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં

ગુજરાતી નિલય અંજારિયા બન્યા સુપ્રીમ કોર્ટના જજ

ગુજરાતી નિલય અંજારિયા બન્યા સુપ્રીમ કોર્ટના જજ
ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને ભારતના રાષ્ટ્પતિ દ્રારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.ચંદૂકરને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બહાલી આપવામાં આવી છે. આજે CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરી હતી
માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સોમવારે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. અંજારિયા, ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઈ અને બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. ચાંદુરકરને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. જેની પર કેન્દ્રીય કાયદા મંત્રાલય અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ આખરે ભારતના રાષ્ટ્રપતિએ પણ આજે સત્તાવાર બહાલી આપી હતી.
કોણ છે જસ્ટિસ એન.વી. અંજારિયા
જસ્ટિસ એન.વી. અંજારિયાએ ઓગસ્ટ ૧૯૮૮માં ગુજરાત હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ એસ.એન. શેલત હેઠળ પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે બંધારણીય, નાગરિક, શ્રમ અને સેવા બાબતો સંભાળી હતી અને વિવિધ રાજ્ય સંસ્થાઓ માટે સ્થાયી વકીલ તરીકે સેવા આપી હતી. ૨૧ નવેમ્બર, ૨૦૧૧ના રોજ તેમને ગુજરાત હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ કાયમી ન્યાયાધીશ બન્યા હતા. તેમણે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.