ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ
13 જિલ્લામાં યલો એલર્ટ, સૌરાષ્ટ્રમાં રેડ-ઓરેન્જ; રાવલ ડેમમાંથી પાણી છોડાતા 17 ગામ એલર્ટ

CMએ 5 મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા

CMએ 5 મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા
ગુજરાતમાં ચોમાસાની વિદાય પછી કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે (28 ઓક્ટોબર) 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં રેડ અને 7માં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, જુનાગઢ, મહીસાગરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદથી રસ્તા પાણીમય થયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગીર ગઢડાના રાવલ ડેમમાંથી 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાતા 17 ગામોને એલર્ટ કરાયા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 વરિષ્ઠ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચીને સ્થિતિનો તાગ લેવા અને અધિકારીઓ સાથે બેઠક કરવા સૂચના આપી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપી, વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને સામાજિક ન્યાય મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જુનાગઢ-ગીર સોમનાથ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અમરેલી જશે.
હવામાન વિભાગની આગાહી: આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આજે સવારે 10 વાગ્યા સુધી ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ. બાકીના 13 જિલ્લા (અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી, વલસડ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર)માં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ. IMDએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો-પ્રેશર, બંગાળની ખાડીમાં સિસ્ટમ અને સ્થાનિક પરિબળોને કારણે વરસાદ ચાલુ રહેશે.
રાવલ ડેમમાંથી પાણી છોડાયું: 17 ગામ એલર્ટ ગીર ગઢડા તાલુકાના ચીખલકુબા નજીક મધ્ય ગીરના રાવલ ડેમમાં પાણીની આવક વધતાં 3 દરવાજા 1 ફૂટ (0.30 મીટર) ખોલાયા. પ્રતિ સેકન્ડ 3708 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ઉના-ગીર ગઢડા તાલુકાના 17 ગામોને નદી કાંઠે ન જવા અને સુરક્ષિત સ્થળે જવા એલર્ટ કરાયા. જો પાણી વધુ વધશે તો ખેતરોમાં નુકસાન થઈ શકે છે.
અમદાવાદ-જુનાગઢ-મહીસાગરમાં મોડીરાત્રે ધોધમાર અમદાવાદમાં આખો દિવસ ઝરમર વરસાદ પછી મોડીરાત્રે (1 AM આસપાસ) ધોધમાર વરસાદ શરૂ થયો. સિટીએમ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહનચાલકો હાલાકીમાં મૂકાયા. જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી, ટ્રાફિક ધીમું. મહીસાગર (લુણાવાડા)માં રાત્રે ધોધમાર વરસાદથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન, વાતાવરણ ઠંડુગાર.
સીઝનનો 120%થી વધુ વરસાદ: છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ રાજ્યમાં ચોમાસુ પૂરું થયું છતાં 120%થી વધુ વરસાદ નોંધાયો. 2024માં 143.14%, 2023માં 108.16%, 2022માં 122.09% વરસાદ. અમદાવાદમાં ઓક્ટોબરમાં 2019 પછી સૌથી વધુ 24 મીમી વરસાદ. સુરત, અમરેલી, ભાવનગરમાં સતત 2-3 દિવસ વરસાદથી ખેતરોમાં પાણી, ડાંગર-કપાસ પાકને નુકસાન.
ખેડૂતોની ચિંતા: ઊભા પાકને આફત મહીસાગર, ધોળકા, ધંધુકા, અમરેલીમાં ઊભા ડાંગર-કપાસ પાકને નુકસાન. ખેડૂતોના જણાવ્યા મુજબ, "મહેનત પર પાણી ફરી વળ્યું." અમરેલીમાં 9 ઇંચ વરસાદ પછી ભયંકર દૃશ્યો, 108 ટીમો સક્રિય. ઉકાઈ ડેમ ભયજનક સપાટી વટાવી.
સરકારે NDRF-SDRF તૈનાત કરી, SEOC સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વરસાદ આગામી 2-3 દિવસ ચાલુ રહે તેવી શક્યતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...