જોધપુરમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત: 4ના મોત
બાઈક સવારને બચાવવા જતાં ગુજરાતની મુસાફરો ભરેલી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર

બસ અકસ્માત

બસ અકસ્માત
મંગળવારે સાંજે રાજસ્થાનના જોધપુર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રામદેવરાથી જેસલમેર જઈ રહેલી ગુજરાતના મુસાફરો ભરેલી બસ અને એક ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૨૦ થી વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે.
બાઈક સવારને બચાવવા જતાં સર્જાઈ હોનારત :
પોલીસના જણાવ્યા અનુસાર, હાઈવે પર એક મોટરસાઈકલ સવારને બચાવવાના પ્રયાસમાં ટેન્કર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટેન્કર સામેથી આવતી બસ સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક પ્રશાસન મદદ માટે દોડી આવ્યું હતું.
ગ્રીન કોરિડોર બનાવી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા :
ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર બનાવી તમામ ૨૦ થી વધુ દર્દીઓને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા મુજબ, એક દર્દીની હાલત અત્યંત નાજુક છે, જ્યારે અન્યની સારવાર નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા :
દુર્ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. સ્થાનિક નેતાઓએ પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તેવી ખાતરી આપી હતી. કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી છે કે ગુજરાતથી આવતા મુસાફરોના પરિવારો સાથે સંપર્ક કરી તેમને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.