પૌત્રએ રંગ છાંટ્યો તો દાદીએ ગરમ પાણી રેડ્યું!
હોળીના લાકડા પર ગરમ કરેલું પાણી પૌત્ર પર ફેંક્યું; માસૂમ 45% દાઝી ગયો, CCTVમાં ઘટના કેદ

રંગ છાંટ્યો તો ગરમ પાણી રેડ્યું

રંગ છાંટ્યો તો ગરમ પાણી રેડ્યું
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કોરાડી વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેને સાંભળીને કોઈપણનું કલેજું ધ્રૂજી ઉઠે. હોળી-ધુળેટીના તહેવારની મસ્તીમાં મગ્ન 4 વર્ષના માસૂમ પૌત્રએ પોતાની દાદી પર રંગ છાંટ્યો, તો ઉશ્કેરાયેલી દાદીએ માનવતાની તમામ હદો વટાવી પૌત્ર પર ઉકળતું પાણી રેડી દીધું હતું.
આ ઘટનામાં માસૂમ બાળક ગંભીર રીતે દાઝી ગયો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું છે સમગ્ર ઘટના?
3 માર્ચના રોજ કોરાડીના આરામશીન વિસ્તારમાં 4 વર્ષનો ઓમ હરીશ વાંગે પોતાના ઘરની બહાર કલર ભરેલી સ્પ્રે બોટલથી રમી રહ્યો હતો. રમતા-રમતા ઓમથી ભૂલથી તેની 60 વર્ષીય દાદી સિંધુ ઠાકરે પર રંગ છંટાઈ ગયો હતો.
તે સમયે સિંધુ હોળીના લાકડા પર ગરમ કરેલું પાણી ડોલમાં ભરી રહી હતી. પૌત્ર દ્વારા રંગ છાંટવામાં આવતા દાદી એટલી હદે ગુસ્સે થઈ ગઈ કે તેણે વિચાર્યા વગર ડોલ ભરેલું ઉકળતું પાણી માસૂમ ઓમ પર ફેંકી દીધું હતું.
ઉકળતા પાણીને કારણે ઓમ કમરના નીચેના ભાગે ગંભીર રીતે દાઝી ગયો છે. તેને તાત્કાલિક નાગપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર બાળક 18થી 45 ટકા જેટલું દાઝી ગયું છે અને તેની હાલત ગંભીર છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
ઝોનલ ડીસીપી સંદીપ પાખલેએ જણાવ્યું હતું કે, આ મામલે સિંધુ ઠાકરે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 117 (ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કલમ હેઠળ 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. જોકે, મહિલાની ઉંમરને ધ્યાનમાં રાખીને હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ કાયદેસરની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી મુશ્તાક પઠાણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, "આ કોઈ સામાન્ય ઈજા નથી, આ ઘોર અપરાધ છે. અમે આરોપી સામે સખત કાર્યવાહીની માંગ કરીશું જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ તહેવારના બહાને બાળકો સાથે આવું હિંસક વર્તન ન કરે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ