ઉત્તર પ્રદેશના હમીરપુરમાં 8 દિવસ પહેલાં અજાણી યુવતીના મૃતદેહને પુત્રી શિવાની તરીકે ઓળખી તેના અગ્નિ સંસ્કાર કર્યા હતા. પણ હવે શિવાની જીવતી મળી આવતા પરિવારજનો અને પોલીસ ચોંકી ગયા છે.
7 જૂનના રોજ હમીરપુર જિલ્લાના જરિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના સર્વિસ લેન પુલની નીચેથી અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ ભારે પ્રયત્ન બાદ પણ ઓળખ ન કરી શકતા, મુસ્કરા પોલીસ સ્ટેશન વિસ્તારના બિહુની ગામના મલખન પ્રજાપતિએ મૃતદેહને પોતાની પુત્રી શિવાની તરીકે ઓળખી લીધી.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો અને શિવાનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બાદમાં મલખન પ્રજાપતિએ મહેશ અને મનોજ વિરુદ્ધ અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
ઘટનામાં નવો વળાંક
જરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મયંક ચંદેલે માહિતી આપી કે, તિરાહાથી પોલીસે એક યુવતીને અટકાયતમાં લીધી છે, જેણે પોતાનું નામ શિવાની જણાવ્યું અને પરિવારજનોનાં નામ જણાવ્યું.
મલખનને બોલાવવામાં આવ્યો અને તેણે પોતાની પુત્રી શિવાનીને જીવતી જોઈને આનંદ વ્યક્ત કર્યો. શિવાનીએ જણાવ્યું કે, તે ઘરમાં કટાકટના કારણે ઘર છોડીને ચાલતી ગઈ હતી. હવે મોટી તપાસ એ છે કે, જેના અગ્નિ સંસ્કાર કરાયા તે મૃતદેહ કોણનો હતો?