સ્કૂલ બસનું ભોંયતળિયું તૂટતા બાળકી નીચે પટકાતા મોત
ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગર દોડતી બસ બની કાળમુખી; ભાઈના કહેવા છતાં ડ્રાઈવરે બસ ના રોકી..

બસનું ભોંયતળિયું તૂટતા બાળકી નીચે પટકાતા મોત

બસનું ભોંયતળિયું તૂટતા બાળકી નીચે પટકાતા મોત
ઉત્તર પ્રદેશના અલીગઢ-કાસગંજ બોર્ડર પર શનિવારે બપોરે એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી જાય. 7 વર્ષની માસૂમ અનન્યા, જે પોતાની બસની સીટ પર બેસીને ઘરે જઈ રહી હતી, તે બસનું ભોયતળિયાનું પતરું તૂટી પડતા ચાલુ બસની નીચે પડી ગઈ અને તે બસના ચાલતા ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તે ચાલુ બસે જમીન પર પટકાઈ અને તેના જ મોતનું કારણ તે બસ બની.
શું હતી સમગ્ર ઘટના?
અલીગઢના નગલા સાધુ પાસે જ્યારે 40થી 50 બાળકોથી ભરેલી એક ખાનગી સ્કૂલ બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોડ પર આવેલા બમ્પને કારણે બસને ઝટકો લાગ્યો હતો.
આ બસ એટલી જર્જરિત હાલતમાં હતી કે અનન્યા જે સીટ પર બેઠી હતી તેની નીચેનું ભોંયતળિયું આખું તૂટી પડ્યું હતું. અનન્યા સીધી રોડ પર પટકાઈ અને બસના પાછળના તોતિંગ ટાયરો તેને કચડી નાખ્યા હતા.
ડ્રાઇવરની સંવેદનહીનતા:
અનન્યાના ભાઈએ બસ રોકવા માટે બૂમો પાડી હતી, પરંતુ અહેવાલો મુજબ ડ્રાઇવરે બસ ઉભી રાખી બાળકીના મૃતદેહને અંદર મૂકીને બાળકોને ચૂપ રહેવા ધમકાવ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ગ્રામીણોએ 2 કિલોમીટર સુધી પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી લીધી છે.
તંત્રની ઘોર બેદરકારી:
તપાસમાં બહાર આવ્યું છે કે આ બસ પાસે કોઈ માન્ય ફિટનેસ સર્ટિફિકેટ કે ઇન્સ્યોરન્સ પણ નહોતો. આ ઉપરાંત વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે બસની સીટો ફાટેલી હતી અને ફ્લોર પર ઠેર-ઠેર કાટ લાગેલો હતો.
આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામીણોએ રસ્તો જામ કર્યો હતો અને બસમાં તોડફોડ કરી હતી. પોલીસે શાળા સામે FIR નોંધી છે અને ડ્રાઇવરની ધરપકડ કરી છે.
પ્રશાસને હવે સમગ્ર જિલ્લામાં સ્કૂલ વાહનોના ચેકિંગના આદેશ આપ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું એક માસૂમનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ