પહલગામ એટેકના આતંકીની પહેલી તસવીર, દેશભરમાં ભારે ગુસ્સો
થોડી વારમાં પીએમ મોદી હાઇલેવલ મિટીંગ કરશે

આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરુ

આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરુ
પહેલગામ આતંકવાદી હુમલા પછી, પીએમ મોદી તેમનો સાઉદી પ્રવાસ અધવચ્ચે જ છોડીને દેશ પરત ફર્યા. પીએમ મોદી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે પહેલગામ આતંકવાદી હુમલા અંગે એરપોર્ટ પર એક બેઠક યોજી. આ બેઠકમાં પીએમ મોદી સાથે અજિત ડોભાલ અને એસ જયશંકર પણ હાજર હતા. ગત સાંજે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ એક પ્રવાસી જૂથ પર હુમલો કર્યો. આ હુમલામાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોએ આ માહિતી આપી છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન એક શંકાસ્પદ આતંકવાદીની તસવીર પણ વાયરલ થઇ છે જેણે આ ઘટનાને અંજામ આપી હતી
આ હુમલો પહેલગામના બૈસરન વિસ્તારમાં થયો હતો, જ્યાં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી. વડાપ્રધાનના નિર્દેશ પર ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે.
પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. મુઘલ રોડ પર CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી. તે જ સમયે, પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે. મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલગામ જશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલા અંગે અમિત શાહ સાથે ફોન પર વાત કરી. તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો----પહેલગામમાં નૌસેના અધિકારી, IB ઓફિસર સહિત 26 નાગરિકોના મૃત્યુથી ભારત શોકગ્રસ્ત
સમાચાર મેળવવા આજે જ અમારી WAHTSAPP ચેનલ સાથે જોડાવ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.