તમિલનાડુના તિરુવલ્લુર નજીક ડીઝલ વહન કરતી માલગાડીમાં લાગી આગ!
તિરુવલ્લુર અને અરાક્કોનમ રૂટ પર ચેન્નાઈ સેન્ટ્રલ તરફ આવતી અનેક એક્સપ્રેસ ટ્રેનો રોકવામાં આવી

ફાયર બ્રિગેડે આગ બુઝાવી, રેલવેએ શરૂ કરી આગની ઘટનાની તપાસ, અનેક ટ્રેન સેવાને અસર

ફાયર બ્રિગેડે આગ બુઝાવી, રેલવેએ શરૂ કરી આગની ઘટનાની તપાસ, અનેક ટ્રેન સેવાને અસર
તમિલનાડુના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન નજીક રવિવારે(13 જુલાઈ) સવારે માલગાડી પાટા પરથી ઉતરી ગયા બાદ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, માલગાડી ડીઝલ અથવા ક્રૂડ ઓઇલ લઈ જઈ રહી હતી.
ઘટના બાદ, તિરુવલ્લુર અને અરાક્કોનમ રૂટ પર ચેન્નાઈ સેન્ટ્રલ તરફ આવતી ઘણી એક્સપ્રેસ ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેંગલુરુથી આવતી ચેન્નાઈ સેન્ટ્રલ મેલને અસર થઈ છે. જે સવારે 6.10 વાગ્યે ચેન્નાઈ પહોંચવાનું હતું. પરંતુ તેને તિરુવલ્લુર સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.
આ ઉપરાંત, અશોકપુરમથી આવતી કાવેરી એક્સપ્રેસ, સવારે 6-45 વાગ્યે પહોંચવાની હતી. તે ટ્રેનને અરાક્કોનમ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. નીલગિરી એક્સપ્રેસ, જે સવારે 6-25 વાગ્યે ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચવાની હતી. તેને તિરુવલ્લુર જિલ્લો (તિરુવલ્લુર) સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. તે જ સમયે, કોઈમ્બતુરથી આવતી ચેરાન સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે સવારે 7 વાગ્યે ચેન્નાઈ સેન્ટ્રલ પહોંચવાની હતી. તે પણ અરક્કોનમ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. ટ્રેનોને અચાનક રોકી દેવાથી મુસાફરોની મુસાફરી પર અસર પડી છે અને તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ પહોંચી ગયુ છે. રેલવે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને આગ કેવી રીતે લાગી તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા વહીવટી અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ટ્રેનમાં ડીઝલ હતું. જોકે, રેલવે દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...